મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં સતત પાંચમા દિવસે અડધાથી લઈને બે ઇંચ સુધી વરસાદ
મોરબીના મચ્છુ-2 ડેમમાં કમોસમી વરસાદથી પાણીનો પ્રવાહ વધતાં 2 દરવાજા 2 ફૂટ ખોલ્યા
SHARE







મોરબીના મચ્છુ-2 ડેમમાં કમોસમી વરસાદથી પાણીનો પ્રવાહ વધતાં 2 દરવાજા 2 ફૂટ ખોલ્યા
છેલ્લા પાંચ દિવસથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી નજીક આવેલ મચ્છુ-2 ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે જેથી રાત્રીના સમયથી મોરબી મચ્છુ-2 ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણીને નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે અને કોઈ દુર્ઘટના ન બને તે માટે નદીના પટમાં લોકોને ન જવા માટે થઈને સૂચના આપવામાં આવી છે.
મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો હતો અને ત્યારબાદ છેલ્લા પાંચ દિવસથી જે હળવો ભારે વરસાદ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસી રહ્યો છે તેમાં ખાસ કરીને મોરબીના મચ્છુ-2 ડેમના કેચમેંટ વિસ્તાર તથા ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી સુધી જ મચ્છુ-2 ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને પાણીની આવકમાં સતત વધારો થયો રહયો છે જેથી કરીને ગુરુવારની રાત્રિના સમયથી મચ્છુ-2 ડેમના બે દરવાજાને બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું તે પહેલા મોરબી અને માળીયા તાલુકાનાં કુલ 29 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં ન જવા માટેની સૂચના આપવામાં આવેલ છે. વધુમાં સિંચાઇ વિભાગના અધિકારી ભવિનભાઇ પનારા પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં ડેમમાં 2592 કયુસેક પાણીની આવક ચાલી રહી છે તેની સામે ડેમમાંથી પાણીની જાવક કરવા માટે બે દરવાજાને બે ફૂટ સુધી ખોલવામાં આવેલ છે.
