મોરબીના મચ્છુ-2 ડેમમાં કમોસમી વરસાદથી પાણીનો પ્રવાહ વધતાં 2 દરવાજા 2 ફૂટ ખોલ્યા
અરેરાટી: મોરબીના જેતપર રોડે પેટ્રોલપંપ સામે ભારે વાહનના ચાલકે પાંચ ગૌવંશોને હડફેટે લીધી, ત્રણના સ્થળ ઉપર જ મોત
SHARE







મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે પેટ્રોલ પંપની સામેના ભાગમાં રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પાંચ જેટલા ગૌવંશોને હડફેટે લીધા હતા જેમાંથી ત્રણ જેટલા ગૌવંશોના ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેના મોત નિપજ્યા છે જેથી કરીને ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને ખાસ કરીને અવારનવાર આવી રીતે હાઇવે રોડ ઉપર ગૌવંશોને વાહન ચાલકો હડફેટે લઈને તેના મોત નીપજાવતા હોય છે જેથી કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યા છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક સોમનાથ પેટ્રોલ પંપ પાસે રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ ભારે વાહનના ચાલકે રોડ ઉપરથી પસાર થતાં ગૌવંશોને હડફેટે લીધા હતા અને જેથી કરીને ત્યાં પાંચ જેટલા ગૌવંશોને ગંભીર ઇજાઓ થઈ હતી તે પૈકીના ત્રણ જેટલા ગૌવંશોના ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હોવાની માહિતી સ્થળ ઉપર હાજર રહેલા લોકો પાસેથી જાણવા મળી રહે છે જોકે બે ગૌવંશોને ગંભીર ઈજા થઈ હોવાથી આ બાબતે જેતે લાગુ પડતી જગ્ય ઉપર તેમજ ગૌશાળામાં જાણ કરવામાં આવી છે અને અવારનવાર આવી રીતે હાઇવે ઉપર ગૌવંશને હડફેટે લઈને તેના મોત નિપજાવવામાં આવે છે. જેથી ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને રાત્રી દરમિયાન મોરબીના હાઇવે રોડ ઉપર બેફામ ગતિએ દોડતા ટ્રક ડમ્પર ટ્રેલર સહિતના વાહનચાલકોની ગતિને કંટ્રોલ કરવા માટે અને આવી ઘટનાઓને રોકવા માટે હાઇવે ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.
