મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે જાતે કાચમાં હાથ મારતા વધુ લોહી વહી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના જાંબુડીયા ગામે જાતે કાચમાં હાથ મારતા વધુ લોહી વહી જવાથી યુવાનનું મોત

રફાળેશ્વર ચોકડી પાસે ડમ્પરે રીક્ષાને હડફેટે લેતા મહિલા સહિત સાત ઘવાયા

મોરબી-વાંકાનેર હાઈવે ઉપરના જાંબુડીયા ગામે આવેલ કલરોક સિરામીક નજીક રહીને મજુરી કામ કરતા સુનકેશ રણસિંગભાઈ ડાવર નામના 26 વર્ષના યુવાને કોઈ કારણસર આવેશમાં આવીને કાચમાં હાથ માર્યો હતો. જેથી હાથમાં ગંભીર ઈજા થતા તેને સારવાર માટે વાંકાનેર હાઈવે ઉપર આવેલી એપેક્ષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો. જોકે ટુંકી સારવારમાં જ સુનકેશ ડાવરનું મોત નિપજયું હતું.  પ્રાથમીક માહિતી મુજબ વધુ પડતું લોહી વહી જતા તેનું મોત નિપજેલ છે. જોકે બનાવ અંગે નોંધ કરીને તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજાએ વધુ તપાસ હાથ ધરી છે.

મારામારી
 જેતપર રોડ પાવડીયારી નજીક આવેલ ક્રિષ્ના કોમ્પલેક્ષ પાસે મારામારી થતા ત્યાં રહેતી સિધ્ધાર્થ કુંવરજીભાઈ (40)ને મોડી રાત્રીના જેતપર સીએચસી ખાતે સારવારમાં લઈ જવાયો હતો. તો જાંબુડીયા ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા જયદીપ રમેશભાઈ પરમાર (22) રહે. ગોકુલનગર મોરબીને તથા કૃષ્ણનગર પાસે બાઈક સ્લીપ થતા મનુભાઈ બીજલભાઈ કોળી (29) રહે. ગુંગણ તા. ગોરબીને સારવારમાં ખસેડાયા હતા.

અકસ્માત
 વાંકાનેર હાઈવે રફાળેશ્ર્વર ચોકડી પાસે ડમ્પર ચાલકે રીક્ષાને હડફેટે લેતા તેમાં સવાર બીરેન્દ્ર રામ શર્મા (24) રહે. માટેલ રોડ, સોહિલ અનીલ સગર (5), અનીલ કનુ સગર (28) રહે. બંને સોમાણી સીરામીક પાસે સરતાનપર રોડ, દેવજીભાઈ શામજીભાઈ સાલાણી (50) રહે. સર્કીટ હાઉસ સામે વિક્રમ વાડી પાસે કરણ રાજુ નિશાદ (18) અને કૈલાષ રણદીપ નિસાદ (40) રહે. નર્સરી પાસે વાંકાનેર અને વજીબેન બીજલભાઈ મકવાણા ણહે. જુના ઢુવા તા. વાંકાનેરને ઈજા થતા સિવિલે ખસેડાયા હતા.

ટ્રેન અકસ્માત
 જુના રફાળેશ્વર રોડ રેલ્વે ફાટક નજીક ટ્રેન સાથે અથડાતા અમન ચતુર્વેદી (29) રહે. પાડાપુલ નીચે અને રફાળેશ્ર્વરના પાનેલી રોડે રહેતા આનંદ મહેશભાઈ માંગરોડીયા (19)ને ઘર પાસે ચારેક લોકોએ માર મારતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા. જેતપુર-અણીયારીના રસ્તે બાઈક સ્લીપ થઈ જતા કંચનબેન ધનજીભાઈ અમૃતીયા (58) રહે. જેતપર તા.મોરબીને સારવારમાં ખસેડાયા હતા.

તેમજ વનાળીયા ગામના જીવરાજભાઈ ખીમજીભાઈ ગામી (65)એ દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા. જોકે સારવાર દરમ્યાન તા.18/9ના તેઓનું મોત નિપજયું હતું. પોલીસ નિવેદનમાં પુત્ર વિવેક અને સગાએ જણાવ્યા પ્રમાણે જીવરાજભાઈ છેલ્લા 17 વર્ષથી પેરેલીસીસની બીમારીથી કંટાળી ગયા હોય તેઓએ અંતીમ પગલુ ભરી લીધુ હતું. અને રંગપર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જતા કિશોરભાઈ કાનજીભાઈ ભીમાણી (45) રહે. મીરાપાર્ક વાવડી રોડને સારવાર માટે ખસેડાયા હતા




Latest News