મોરબીના ટીંબડી નજીક ડબલ સવારી બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મોત
મોરબી તાલુકાનાં ગામોને ગેજેટમાં માળીયા તાલુકામાં દર્શાવવામાં આવતા ખેડૂતો-કોગ્રેસ દ્વારા વીજ લાઇનના કામનો વિરોધ
SHARE







મોરબી તાલુકાનાં ગામોને ગેજેટમાં માળીયા તાલુકામાં દર્શાવવામાં આવતા ખેડૂતો-કોગ્રેસ દ્વારા વીજ લાઇનના કામનો વિરોધ
મોરબી જિલ્લામાંથી હળવદ ટ્રાન્સમિશન લાઈન પસાર થઈ રહી છે અને જે ગ્રામ્ય વિસ્તારોમાંથી આ લાઈન પસાર થાય છે તે ગામો મોરબી તાલુકાનાં હોવા છતાં પણ માળીયા તાલુકાનાં ગામ તરીકે દર્શાવવામાં આવ્યા છે જેથી ભવિષ્યમાં તેઓને વળતર ઓછું મળે તેવી શક્યતાઓ હોવાના કારણે મોરબી તાલુકાના પીલુડી, જેતપર, જસમતગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો દ્વારા આ વીજ લાઈનના કામનો વિરોધ કરવામાં આવ્યો છે અને પહેલા ગેજેટ સુધારવામાં આવે ત્યાર બાદ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
કચ્છ જિલ્લાના ખાવડાથી હળવદ તરફ વીજ લાઈન પાથરવા માટેનું કામ હાલમાં શરૂ કરવામાં આવ્યું છે અને આ કામ કરવા માટે થઈને ભારત સરકારમાંથી ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે પરંતુ તેમાં મોટી વિસંગતતા છે અને ભૂલ ભરેલો ગેજેટ હોવાન કારણે ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે વાસ્તવિક રીતે જે ગામોનો સમાવેશ મોરબી તાલુકામાં થાય છે તેવા પીલુડી, જેતપર, જસમતગઢ, સોખડા, માધુપુર, નવા નાગડાવાસ વિગેરે ગામોને ગેજેટમાં માળિયા તાલુકામાં દર્શાવવામાં આવ્યા છે જેથી કરીને આ તમામ ગામના ખેડૂતો દ્વારા સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગેજેટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સુધી ગેઝેટમાં સુધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો તેના ખેતરની અંદર વીજ લાઈન પાથરવા માટેની કામગીરી શરૂ કરવા દેશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
શુક્રવારે વીજ લાઈન પાથરતી કંપનીના કર્મચારીઓ પીલુડી ગામે પહોંચ્યા હતા ત્યારે જુદા જુદા ગામના ખેડૂતો ત્યાં એકત્રી થયા હતા ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસનાં આગેવાનો પણ ખેડૂતોની સાથે રહ્યા હતા અને સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગેજેટમાં સુધારો કરવામાં આવે તેવી માંગ સાથે જય જવાન જય કિશન સાહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી ગેજેટમાં સુધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી કામ નહીં કરવા દેવામાં આવે તેવી કોંગ્રેસનાં આગેવાનોએ પણ ચીમકી ઉચ્ચારી હતી
પીલુડીના ખેડૂત રામદેવસિંહ જાડેજા, જેતપરના ખેડૂત લાભુભાઈ પટેલ સહિતના ખેડૂતો એવું પણ જણાવ્યું હતું કે આ ગેજેટમાં સુધારો કરવા માટે છેલ્લા આઠ મહિનાથી કલેક્ટરને રજૂઆતો કરવામાં આવે છે તેમ છતાં પણ જાણી જોઈને અધિકારીઓ દ્વારા ગેજેટમાં સુધારો કરવામાં આવતો નથી જેથી આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે અને હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે તેનું જજમેન્ટ ન આવે ત્યાં સુધી કામ ન કરવામાં આવે તેવી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને તેઓએ હાલમાં રજૂઆત કરી હતી અને જો હાઇકોર્ટના ચુકાદા પહેલા કે પછી ગેજેટમાં સુધારો કર્યા વગર બળજબરીથી કામ કરવામાં આવશે તો જે કોઈ પરિસ્થિતિ ઉભી થાય તેના માટે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના માણસો જવાબદાર રહેશે. તેવું ખેડૂતોએ જણાવ્યુ છે.
