વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાતરી મોરબીના બેલથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો. વાંકાનેરના ગાંગિયાવદર ગામે અગાઉ રૂપિયાની લેતી દેતી માટે થયેલ ઝઘડાનો ખાર રાખીને આધેડને ત્રણ શખ્સોએ મારમાર્યો હળવદમાં નશાની હાલતમાં દારૂની બોટલ સાથે કારમાંથી ત્રણ શખ્સ પકડાયા: માળીયા (મી)ના નવા હંજીયાસર પાસેથી 600 લિટર આથા સાથે એક પકડાયો ટંકારાના નજીક પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત: મોરબીના મકાનસર ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ વૃદ્ધનું મોત મોરબી નજીક કારખાનામાં લેબર કવાર્ટરની છત ઉપર સૂતેલા શ્રમિકોના ચાર મોબાઇલની ચોરી કરનાર બે શખ્સ પકડાયા મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ: વાંકાનેરના દિવંગત પોલીસ જવાનના પરિવારને આપ્યો 8.61 લાખનો ચેક


SHARE













મોરબીમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ: વાંકાનેરના દિવંગત પોલીસ જવાનના પરિવારને આપ્યો 8.61 લાખનો ચેક

મોરબીમાં એસપી કચેરી ખાતે આજે રેન્જ આઈ.જી. ની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં મોરબી જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓની તેમજ તેના ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને જીલ્લામાં પોલીસની કામગીરીથી આઇજીએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી જો કે, પત્રકારોએ કેટલા અણીદાર સવાલો કર્યા હતા જેના આઈજી ગોળગોળ જવાબ આપ્યા હતા. ત્યાર બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીનું અકાળે અવસાન થયું હતું જેથી પોલીસ પરિવાર દ્વારા તેના પરિવારને મદદરૂપ થવાની ભાવના સાથે અને દીકરાના શિક્ષણ માટે 8,61,311 ની મતદાર રકમનો ચેક પોલીસકર્મીના પરિવારજનને આઇજીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો

મોરબી જિલ્લામાં સમયાંતરે રેન્જ આઇજી અશોકકુમાર યાદવની હાજરીમાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુનાની ચર્ચા અને તેના ભેદ ઉકેલવા માટે થઈને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીની ચર્ચા કરવામાં આવતી હોય છે ખાસ કરીને મોરબીમાં ટ્રાફિક, શરીર સંબંધી ક્રાઇમ, ફ્રોડ, વ્યાજને લાગણી ફરિયાદી વધારે આવે છે અને તેના ભેદ ઉકેલવા માટે થઈને પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચર્ચા ક્રાઈમ કોન્ફરન્સમાં કરવામાં આવે છે. અને મોરબી જિલ્લા પોલીસની કામગીરીથી આઈજી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. જોકે, છેલ્લા એક મહિનામાં મોરબીના જુદા જુદા ચાર વિસ્તારોમાં જનતા રેડ કરવામાં આવી તે અને મોરબીમાં જમીન કૌભાંડની ફરિયાદ લેવામાં પોલીસ ઠાગાઠૈયા કરે છે તેના સવાલો પત્રકારો દ્વારા કરવામાં આવ્યા હતા.

ત્યારે આઇજી દ્વારા લોકોને જનતા રેડ કરવાના બદલે પોલીસને માહિતી આપવાની વાત કરી હતી તો સવાલ એ ઊઠે છે કે પોલીસ પાસે કેમ માહિતી નથી આવતી તેની તપાસ કરવાની જરૂર છે. આ ઉપરાંત મોરબી ઔદ્યોગિક નગરી હોય અહીંના ઉદ્યોગકારો દ્વારા માલનું વેચાણ કરવામાં આવ્યા બાદ ઘણા બધા વેપારીઓ દ્વારા તેઓના નાણા ખોટા કરવામાં આવે છે જેથી આવા નાણાની રિકવરી માટે થઈને સીટની રચના કરવામાં આવી છે અને સીટની ટીમ દ્વારા અત્યાર સુધીમાં ઉદ્યોગકારોના ખોટા થયેલા નાણામાંથી કરોડો રૂપિયાની રિકવરી કરવામાં આવેલ છે. અને હજુ કામગીરી ચાલી રહી છે.

ક્રાઈમ કોન્ફરન્સ બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી સ્વ પ્રદીપસિંહ ધીરુભાઈ ઝાલા (42) રહે. પેડક રોડ વાકાનેર વાળાનું તાજેતરમાં બીમારીના કારણે અકાળે અવસાન થયું હતું જેથી તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા અને તેઓના દીકરાના શિક્ષણ માટે મોરબી પોલીસ પરિવાર દ્વારા 8,61,311 રૂપિયા એકત્રિત કરીને આઇજીના હસ્તે મૃતક પોલીસ જવાનના પિતા અને દીકરાને તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આઇજી અશોકકુમાર યાદવ, એસપી મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી પી.એ.ઝાલા, સમીર સારડા અને વિરલ દલવાડી સહિતના અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા.




Latest News