મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે
મોરબીના ધ્રુવ ભુપતભાઈ જારીયાની મિશન નવભારતમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે વરણી
SHARE







મોરબીના ધ્રુવ ભુપતભાઈ જારીયાની મિશન નવભારતમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે વરણી
મોરબીમાં રહેતા શહેર ભાજપના પૂર્વ પ્રમુખના પૌત્રની મિશન નવભારતમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જેથી કરીને ઠેર ઠેરથી તેને શુભકામનાઓ મળી રહી છે
મોરબીમાં ભાજપના રંગે રંગાયેલા જારીયા પરિવારની ત્રીજી પેઢી ધ્રુવ ભુપતભાઈ જારીયા પણ ભાજપમાં રંગે રંગાયેલ છે અને તાજેતરમાં તેની ગુજરાત પ્રદેશ મિશન નવભારતના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે જેથી ઠેર ઠેરથી તેઓને શુભકામનાઓ મળી રહે છે. અગાઉ ધ્રુવ જારીયાની મોરબી જિલ્લામાં મિશન નવભારતના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારબાદ હવે ગુજરાત પ્રદેશના સંગઠનમાં તેનો સમાવેશ કરવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે તેઓના દાદા લાખાભાઈ જારીયા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓએ વર્ષો સુધી મોરબી શહેર ભાજપના પ્રમુખ તરીકે ખૂબ સારી કામગીરી કરી હતી અને નગરપાલિકાની છેલ્લી બોડીમાં 52 અને 52 બેઠક ઉપર ભાજપના સભ્યો ચૂંટાયા હતા તે પણ તેઓના કાર્યકાળ દરમ્યાને બનેલ એક રેકોર્ડ છે. હાલમાં ધ્રુવભાઈ જારીયાના પિતા ભુપતભાઈ લાખાભાઇ જારીયા મોરબી શહેર ભાજપમાં મહામંત્રી તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે આમ એક જ પરિવારની ત્રીજી પેઢી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલ છે અને શહેર થી લઈને રાજ્યના વિકાસકામો અને લોક ઉપયોગી કામોમાં સહભાગી બની રહી છે.
