મોરબીના ધ્રુવ ભુપતભાઈ જારીયાની મિશન નવભારતમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે વરણી
મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા
SHARE







મોરબીના મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ ખોલાયા
મોરબી નજીકના મચ્છુ-2 ડેમમાં દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ પાણી મચ્છુ-3 ડેમમાં આવી રહ્યું છે જેથી કરીને આ ડેમ પણ આખો ભરેલ હોય પાણીને નદીમાં છોડવા માટે હાલમાં બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
મોરબીના મચ્છુ-3 ડેમના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી નદીમાં પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે જેથી મચ્છુ 3 ડેમમાં તે પાણી આવી રહ્યું છે અને ડેમ હાલમાં આખો ભરેલ છે જેથી મચ્છુ-3 ડેમના બે દરવાજાને સાડા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવેલ છે અને 6573 કયુસેક પાણીની આવક સામે જાવક કરવામાં આવી રહી છે. અને ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું તે પહેલા મોરબી અને માળીયા તાલુકાનાં 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. અને જે ગામોને એલર્ટ કરવામાં આવેલ છે તેમાં મોરબી તાલુકાના નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) , ગુંગણ, ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા (મી.), હરીપર અને ફતેપર ગામનો સમાવેશ થાય છે.
