મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે


SHARE







મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૬ મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના શ્રી જલારામ ધામ દ્વારા તા.૨૯-૧૦ બુધવાર કારતક સુદ સાતમના રોજ જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે.

જલારામબાપાની જન્મજયંતિ નિમિતે સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, બપોરે ૨:૩૦ કલાકે પૂ.જલારામ બાપાનુ પૂજન, બપોરે ૪ કલાકે સમસ્ત જલારામ ભક્તો માટે સરપ્રાઈઝ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામા આવે છે. જેમા પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, બારમા વર્ષે હોટેલમાં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા, તેરમા વર્ષે પીજીવીસીએલના વાયરમેન, ગત વર્ષે એસ.ટી. વિભાગના મહિલા કંડકટરના હસ્તે કેક કટીંગ કરવામા આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવશે. આ વર્ષે બપોરે ૪ કલાકે સર્વે જલારામ ભક્તો માટે શ્રી લોહાણા મહાજન-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી જલારામ ધામ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ ધામ મહિલા મંડળ-મોરબી સહીત ની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય તથા દીવ્ય સરપ્રાઈઝ કાર્યક્રમ યોજાશે.






Latest News