મોરબી મહા નગરપાલીકા દ્રારા એક જ મિલ્કતના બે વખત વેરા વસુલાતા હોય કમીશનરને રજૂઆત
SHARE







મોરબી મહા નગરપાલીકા દ્રારા એક જ મિલ્કતના બે વખત વેરા વસુલાતા હોય કમીશનરને રજૂઆત
મોરબી મહા નગરપાલીકા દ્રારા એક જ મિલ્કતના બે વખત વેરા વસુલવામાં આવતા હોય આ બાબતે યોગ્ય કરવા કમીશનરને રજૂઆત કરવામાં આવેલ છે.એક જ મિલ્કતના બે વખત વેરા મોરબી મહાનગરપાલીકા દ્વારા લેવામાં આવતા હોય તે બંધ કરવામાં આવે તેમજ અત્યાર સુધી મોરબીની જનતા પાસેથી જે બે વખત વેરા લેવામાં આવ્યા છે તે પરત કરવામાં આવે તેવી કોંગી આગેવાનો માંગ કરી છે.
મોરબી જીલ્લા, કોંગ્રેસ સમિતીના લીગ સેલના પ્રમુખ ભાવિન ફેફરએ જનતાના પ્રતિનિધી તરીકે મહા પાલીતાના કમીશ્નરને રજૂઆત તરી જણાવેલ છેકે મોરબી મહાનગરપાલીકા કચેરી દ્વારા એક જ મિલકતના બે વખત વેરા વસુલવામાં આવે છે.જે સમજુતી માટે તેમણે ઉદાહરણ દ્વારા સમજાવ્યુ હતુ કે, મોરબી મહાનગરપાલીકાની હદ વિસ્તારમાં રાકેશભાઈના નામની માલીકીની મિલકત ચો.મી. ૫૬૫૯-૬૭ આ. નાં ક્ષેત્રફળવાળી મોરબી મહાનગરપાલીકાના હાઉસ ટેકસ વિભાગના આકારણી નંબર ૧૦૧૩૧૩/૪૯૮૬ થી નોંધાયેલ છે.તથા આ મિલકતનો વેરો આજરોજ ભરપાઈ કરવા જવામાં આવે તો મોરબી મહાનગરપાલીકા દ્વારા તા.૩૧-૩-૨૬ સુધીનો સંપુર્ણ ચો.મી. ૫૬૫૯-૬૭ આ. નાં ક્ષેત્રફળવાળી જગ્યા ઉપર વસુલી લેવામાં આવે છે. જો રાકેશભાઈ આ ખુલ્લા પ્લોટની જગ્યા ચો.મી. ૫૬૫૯-૬૭ આ. ના ક્ષેત્રફળ પુરાનું વેચાણ અન્ય કોઈ વ્યકિતને કરે છે.તો મોરબી મહાનગરપાલીકા દ્વારા અન્ય કોઈ વ્યકિત (ખરીદનાર) પાસેથી નામ ટ્રાન્સફર ફી વસુલ કરીને અન્ય કોઈ વ્યકિત (ખરીદનાર) નું નામ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
પરંતુ રાકેશભાઈ દ્રારા ખુલ્લા પ્લોટની જગ્યા ચો.મી. ૫૯૫૯-૬૭ આ. માંથી ચો.મી. ૧૯૫૧-૬૭ આ. ના ક્ષેત્રફળની જમીન ભવાનભાઈને વેચાણ કરવામાં આવેલ તેથી મોરબી મહાનગરપાલીકા દ્વારા ભવાનભાઈ પાસેથી મોરબી મહાનગરપાલીકાની વેરા પહોંચ નંબર ૨૦૨૫૧૦૦૦૦૪૮૨, તા. ૩૦-૯-૨૫ થી નામ ટ્રાન્સફર ફી ની રકમ રૂા. ૫૦૦૦ પુરા વસુલ કરેલ તથા વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના પૈકી ભાગની બીજી વાર મિલકત વેરા પહોંચ નંબર ૨૦૨૫૦૧૦૧૪૧૫૨, તા. ૩૦-૯-૨૫ થી ૨કમ રૂા.૧૮,૪૪૪ પુરા ભરપાઈ કરવામાં આવેલ.આ રીતે આ એક જ જગ્યા ચો.મી. ૧૯૫૧-૬૭ આ. નાં ક્ષેત્રફળવાળી જગ્યાનાં મોરબી મહાનગરપાલીકા દ્વારા બે વખત વેરા વસુલવામાં આવે છે.તો એક જ મિલ્કતનો એક જ વર્ષમાં કયા કયાદામાં જોગવાઈ છે કે બે વખત વેરો લઈ શકાય ? આ પ્રશ્નનો ત્વરીત લેખીત જવાબ આપવા કમીશ્નરને જણાવાયેલ છે.
વધુમાં જણાવાયા મુજબ જો ઉપરોકત રજુઆત ગેરબંધારણીય કે કાયદા મુજબની ન લાગતી હોય તો કમીશ્નર કે કોઈ અધિકારી મિડીયા સમક્ષ લાઈવ ડિબેટ કરીએ તેમા અધિકારી આ રજુઆત ખોટી છે તેવુ સાબીત કરી આપે.અથવા હું મારી રજુઆત સાચી છે તેમ સાબીત કરી બતાવીશ.તેમજ રજુઆત મળ્યાની ત્રણ દિવસની અંદર આવી પૈકી નોંધમાં બે વખત વેરા લેવાની કાર્યવાહી બંધ કરાવશો તથા મોરબી નગરપાલીકા તથા મોરબી મહાનગરપાલીકા દ્વારા મોરબીની જનતા પાસેથી મેળવેલ આવા ખોટા તમામ વેરાઓનો સર્વે કરી પરત કરશો તથા આ બાબતની મૌખીક રજુઆત અમારા દ્વારા કચેરીનાં હાઉસ ટેકસ વિભાગના અધિકારી દલસુખભાઈ તથા નાયબ કમીશનર સોનીને અનેક વખત કરેલ છે.પરંતુ અમારી રજુઆતોને ધ્યાને લીધેલ નથી.તેથી લેખીત સ્વરૂપે રજુઆત કરવાની ફરજ પડેલ છે.તેમ યાદીમાં જણાવાયેલ છે.
