મોરબી મહા નગરપાલીકા દ્રારા એક જ મિલ્કતના બે વખત વેરા વસુલાતા હોય કમીશનરને રજૂઆત
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ગરબીઓમાં લ્હાણી વિતરણ
SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા છેવાડાના વિસ્તારોમાં ગરબીઓમાં લ્હાણી વિતરણ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં માતાજીની નવ-નવ દિવસ સુધી ચાચર ચોકમાં આરાધના કરતી અને ગરબે ઘુમતી બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રમુખ હરખજીભાઈ સુવારિયા મુખ્ય દાતા અને પુર્વ ખજાનચી મણીલાલ કાવર સહદાતા તરફથી ૭૦૦ બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.
આ સેવાકાર્યમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જય માતાજી ગરબી મંડળ લીલાપર રોડ, કષ્ટભંજન હનુમાનજી મંદિર ગરબી મંડળ રણછોડનગર નવલખી રોડ, કિશન પાર્ક ૧-૨-૩ અને નિત્યાનંદ ઉમિયા ગરબી મંડળ, જય અંબે ગરબી મંડળ રાજપર(કુ.), સતનામ ગરબી મંડળ સતનામનગર સોસાયટી ન્યુ ચંદ્રેશનગર, શીતળા માતાજી ગરબી મંડળ માળિયા (મિ.) જેવી ગરબી મંડળની બાળાઓને હિન્દુ સંસ્કૃતિ ઉજાગર કરે અને તેઓને પ્રોત્સાહન મળે તે માટે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના મુખ્ય દાતાશ્રી હરખજીભાઈ સુવારિયાના હસ્તે લ્હાણી આપવામાં આવી હતી.તેમજ સહદાતા મણીલાલ કાવર, સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ પાસ્ટ ડિસ્ટરિક ગવર્નર રમેશભાઈ રૂપાલા, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી, ચંદુભાઈ કુંડારિયા પુર્વ પ્રમુખો ત્રિભોવનભાઈ ફુલતરિયા, ભીખાભાઈ લોરિયા તેમજ લાયન સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, નાનજીભાઈ મોરડીયા, ચેતનભાઈ રાબડીયા, બાલુભાઈ પાંચોટીયા, કિશોરભાઈ ધોરિયાણી, રશ્મિકાબેન રૂપાલા, ઉમેશભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં અલગ અલગ ગરબી મંડળની બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી.જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય તેવી જય શીતળા માતાજી ગરબી મંડળમાં માળિયા (મિ) ના પીઆઈ કુલદિપસિંહ દરબાર અને તેમના સ્ટાફે હાજરી આપી હતી.તેમ સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા અને પુર્વ પ્રેસિડેન્ટ ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમાં જણાવેલ છે.
