મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકતા સેમિનાર યોજાયો


SHARE













મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા ઉદ્યોગ સાહસિકતા સેમિનાર યોજાયો

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તથા નારી સશક્તિકરણ માટે મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપી એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત એ.કે.સહયોગ કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓના વિકાસ માટે મહિલા ઔદ્યોગિક સાહસિકતા સેમિનાર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં મહિલાઓને હસ્તકલા સેતુ અને તેને સંલગ્ન યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલી વિવિધ યોજનાઓ, બેંકની કેશ ક્રેડિટ સહિતની વિવિધ યોજનાઓ તથા મહિલાઓને રોજગારલક્ષી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થળ પર જ વિવિધ મહિલાલક્ષી યોજનાઓ માટે નામાંકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જલ્પાબેન ત્રિવેદી, લીડ બેંક મેનેજર સાકીર છીપા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વિશાલ દેત્રોજા અને ઝરીનાબેન સહિત અધિકારી કર્મચારીઓ તથા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News