મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેજલપર ગામે બે મકાનમાંથી રોકડની ચોરી: એક બાઈકની ઉઠાંતરી


SHARE





માળીયા (મી)ના વેજલપર ગામે બે મકાનમાંથી રોકડની ચોરી: એક બાઈકની ઉઠાંતરી

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે થોડા દિવસો પહેલા જુદા જુદા મકાનમાંથી ચોરીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં આધેડે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રોકડા રૂપિયા તથા બાઈક સહિત કુલ મળીને 48,000 ના મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે પટેલ શેરીમાં રહેતા કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા (55)અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તા 9/ 10 ના રાત્રીના 9:00 થી બીજા દિવસે સવારના 6:00 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન કોઇપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેઓના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કબાટમાં રાખેલા રોકડા 38,000 ની ચોરી કરવામાં આવેલ છે તેમજ સાહેરમેશભાઈના ઘરની અંદર પ્રવેશ કરીને તેઓના ઘરમાંથી રોકડ રકમની ચોરી કરી હતી અને સાહે ગૌતમભાઈ ભરવાડનું 10,000 રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરી ગયેલ છે આમ કુલ મળીને 48,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News