માળીયા (મી)ના વેજલપર ગામે બે મકાનમાંથી રોકડની ચોરી: એક બાઈકની ઉઠાંતરી
મોરબીના નવા ડેલા રોડ ઉપરથી બાઈકની ચોરી: શહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
SHARE














મોરબીના નવા ડેલા રોડ ઉપરથી બાઈકની ચોરી: શહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
મોરબીના નવા ડેલા રોડ ઉપર શોચાલય પાસે યુવાને તેનું બાઇક પાર્ક કર્યું હતું જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરી લેવામાં આવે છે જેથી 50,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે જૂની પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા અને કુરિયરનું કામ કરતા હસમુખભાઈ દેવજીભાઈ સોલંકી (45)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ભવાની ટ્રેડિંગની બાજુમાં આવેલા સૌચાલય પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એ 1615 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
ચલણી નોટ નંબર આધારે જુગાર
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દક્ષકભાઈ રમેશભાઈ બાવરવા (23) રહે. પંચાસર રોડ નિરવ પાર્ક સોસાયટી મોરબી તથા દાઉદભાઈ સફીભાઇ હોકાવારા (50) રહે. કુલીનગર-1 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 860 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

