વાંકાનેરની ઢુવા ચોકડીએ હેર ડ્રેસરની દુકાનમાં વાળ કપાવા આવેલ શખ્સો વચ્ચે તીક્ષ્ણ હથિયાર વડે મારામારી: ઇજા પામેલ ત્રણ શખ્સો સારવારમાં
SHARE













વાંકાનેરની ઢુવા ચોકડીએ હેર ડ્રેસરની દુકાનમાં વાળ કપાવા આવેલ શખ્સો વચ્ચે તીક્ષ્ણ હથિયાર વડે મારામારી: ઇજા પામેલ ત્રણ શખ્સો સારવારમાં
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આવેલ દેવદિપ હેર ડ્રેસસમા વાળ કપાવવા માટે થઈને મૂળ પંજાબના રહેવાસી બે યુવાન આવ્યા હતા અને ત્યારબાદ અન્ય ત્રણ યુવાન ત્યાં વાળ કાપવા માટે થઈને આવ્યા હતા અને આ લોકોને અગાઉ પંજાબમાં માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખીને બંને પક્ષેથી સામ સામે મારામારી કરવામાં આવી હતી અને તીક્ષ્ણ હથિયારના ઘા એકબીજાને મારવામાં આવ્યા હતા જેથી ઇજા પામેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ પંજાબના તરનતારણ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર કમાન્ડર સીરામીક ખાતે રહેતા અને સિક્યુરિટીનું કામ કરતા જસમિતસિંઘ બાલવિદરસિંઘ (34)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલબાગ સુખદેવસિંગ, પ્રીતપાલસિંગ અને ગુરુપ્રીતસિંગ રહે. બધા હાલ પેગવીન સીરામીક બંધુનગર મોરબી મૂળ રહે. પંજાબ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદીને અગાઉ આરોપી સાથે પંજાબમાં માથાકૂટ થઈ હતી અને જે બાબતનું મનદુખ ચાલુ હોય ફરિયાદી તથા સાહેદ ગુરુસેવક બંને ઢુવા ચોકડી પાસે વાળ કપાવા માટે થઈને ગયા હતા ત્યારે અચાનક આરોપીઓ ત્યાં દુકાનમાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ઝઘડો કર્યો હતો ત્યારે ફરિયાદી અને સાહેદ કંઈ સમજે તે પહેલા દિલબાગ સુખદેવસિંગ દ્વારા પોતાની પાસે રહેલ કરપાણ (છરી) વડે ફરિયાદી તથા સાહેદને માથાના ભાગે મારમારીને ગંભીર ઈજા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને માથાકૂટ કરી હતી જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જ્યારે સામાપક્ષેથી મૂળ પંજાબના રહેવાસી અને હાલમાં મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ પેગવીન સીરામીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા દિલબાગ સુખદેવસિંગ (32) નામના યુવાને જસમીતસિંગ બલવીન્દરસિંગ ગીલ (34) અને ગુરુસેવક ગુરુમિતસિંગ ગીલ (35) રહે. બંને હાલ કમાન્ડર સીરામીક સરતાનપર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી અને પ્રીતપાલસિંગ જસવીરસિંગ તેમજ ગુરુપ્રીતસિંગ દિલબાગસિંગ વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ દેવદીપ હેર ડ્રેસરમાં વાળ કપાવવા માsaટે થઈને ગયા હતા ત્યારે આરોપીઓ સાથે અગાઉ પંજાબમાં થયેલ માથાકૂટનો ખાર રાખીને ફરિયાદી અને સાહેદ સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો અને ત્યારે ગુરુસેવક ગીલ દ્વારા ફરિયાદી પાસે રહેલ છરી ઝૂંટવી લઈને તેને માથાના ભાગે ડાબી સાઈડમાં મારીને ઈજા કરી હતી તેમજ જસ્મીતસિંગ દ્વારા લોખંડના પાઇપ વડે ફરિયાદીને જમણા પગમાં મારમાર્યો હતો તેમજ સાહેદોને મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદા આધારે પોલીસે બે શખ્સો સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
