મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં હોસ્પીટલના કામ માટે આપેલ પૈસા પાછા ન આપનારને પૈસા વ્યાજ સહિત ચુકવવા અને એક વર્ષની કૈદની કોર્ટે સજા ફટકારી


SHARE



























મોરબીમાં હોસ્પીટલના કામ માટે આપેલ પૈસા પાછા ન આપનારને પૈસા વ્યાજ સહિત ચુકવવા અને એક વર્ષની કૈદની કોર્ટે સજા ફટકારી

મોરબીમાં હોસ્પીટલના કામ માટે આપેલ પૈસા પાછા ન આપનારને કોર્ટે પૈસા વ્યાજ સહિત ચુકવવા અને એક વર્ષની કૈદની સજા ફટકારી છે.

ફરીયાદી રઘુવીરસિંહની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, સામાવાળા કલ્પેશ નાગજીભાઈ બાવરવા અને ફરીયાદી રઘુવીરસીંહ વીજયસીંહ ઝાલા મીત્ર હોય અને બંને એકબીજાને સારી રીતે ઓળખતા હોય અને કલ્પેશને હોસ્પીટલના કામે પૈસાની જરૂરીયાત પડતા રઘુવીરસીંહે તેને વગર વ્યાજે રૂા.૩,૦૦,૦૦૦ આપેલ હતા.ફરીયાદી રઘુવીરસિંહએ આરોપીને રકમ આપ્યા બાદ અવાર નવાર રકમ માંગતા કલ્પેશે પરત આપેલ ન હોય જેથી રઘુવીરસિંહે પોલીસ ફરીયાદ કરવાનું કહેતા આરોપી કલ્પેશે તેની બેંકનો ચેક આપેલ.જે ચેક રઘુવીરસિંહએ પોતાના ખાતામાં વસુલવા નાખતા ચેક ખાતામાં પૈસા ન હોવાના કારણે પરત ફરેલ.જેથી ફરીયાદી રઘુવીરસિંહે કલ્પેશને તા.૨૫-૬-૨૪ એ નોટીસ મોકલાવેલ છતા આરોપીએ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી.જેથી ફરીયાદીએ કલ્પેશભાઇ વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ-૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ જે.ડી.સોલંકી મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ હતી.

આ કેસ મોરબીના મહે.બીજા એડી.જયુડી. મેજીફ.ક.સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી કલ્પેશને સમન્સ ઈસ્યુ કરતા તે કોર્ટમાં હાજર રહેલ અને કોર્ટ રૂબરૂ આ ગુનાનો ઈનકાર કરેલ બાદમાં નામ.કોર્ટ દ્વારા કોર્ટ કાર્યવાહી આગળ ચલાવેલ અને ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખીને સાધનીક રેકર્ડ વંચાણે લઈ નામ.કોર્ટ દ્વારા કલ્પેશ નાગજીભાઈ બાવરવાને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ.અને ફરીયાદીને વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂા.૩,૦૦,૦૦૦ ની ડબલ રકમ રૂા.૬,૦૦,૦૦૦ નવ ટકા વ્યાજ સાથે ફરીયાદીને વળતર ચુકવવાનો દંડ ફરમાવવામાં આવેલ છે અને કલ્પેશભાઇ આ વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.આ કેશમાં ફરીયાદી પક્ષે મોરબીના યુવા એડવોકેટ જે.ડી.સોલંકી, જયેશ પટેલ (બુડાસણા) રોકાયેલા હતા.સાથે મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, વિરૂભા રાઠોડ, નિલેશ ચાવડા, હસમુખ ચાવડા, આરતી અમૃતીયા, જીતેન્દ્ર વાઢેર, હીના સાગઠીયા, વીરલ છનીયારા મદદમાં રહ્યા હતા.






Latest News