સાસુના ત્રાસથી કંટાળી ગયેલા જમાઈએ 50 હજારમાં હત્યા માટે આપ્યો કોન્ટ્રાક્ટ: મોરબી નજીક મહિલાની હત્યા કરીને લાશ સળગાવવા મામલે ચોંકાવનારો ખુલાસો
SHARE














સાસુના ત્રાસથી કંટાળી ગયેલા જમાઈએ 50 હજારમાં હત્યા માટે આપ્યો કોન્ટ્રાક્ટ: મોરબી નજીક મહિલાની હત્યા કરીને લાશ સળગાવવા મામલે ચોંકાવનારો ખુલાસો
મોરબીના આંદરણા ગામની સીમાથી મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી હતી જેની તપાસ દરમ્યાન તે મહિલાની હત્યા તેના જ જમાઈએ કરવી હોવાની માહિતી સામે આવી હતી જેથી પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરેલ છે અને તેની સાથે આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે અને આ ડિટેકશન બાબતે એસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી તેમાં એવી ચોંકાવનારી માહિતી સામે આવેલ છે કે, જમાઈએ તેના બે મિત્રોને 50 હજાર રૂપિયામાં તેની સાસુની હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
મોરબીના આંદરણા ગામની સીમમાં વાડીના સેઢા પાસે ગત તા 13 ના રોજ સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અને પુરવાનો નાશ કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. અને હત્યાના આ ગુનામાં આરોપી નાનેશ્વર પંડેરી પંવાર (41) રહે. હાલ શિવપાર્ક પીપળી મોરબી મુળ. કલમસરા મહારાષ્ટ્ર વાળાની ધરપકડ કરેલ છે અને આ ડિટેકશન બાબતે આજે એસપી મુકેશકુમાર પટેલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
આજે એસપીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, એલસીબીની ટીમને મળેલ હક્કિત આધારે આરોપી નાનેશ્વર પંડેરી પવારની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તે પીપળી ગામ પાસે શીવ પાર્કમા તેના બે દીકરા, પત્ની તેમજ સાસુ સુશિલાબેન વસંતભાઇ પાટિલ સાથે રહેતો હતો જોકે, તેના સાસુ વગર વાંકે આરોપીના પત્ની તથા બંન્ને બાળકો સાથે ઝઘડો કરતાં હતા. અને જેમ ફાવે તેમ ગાળો આપતા હતા. જેથી તેણે કંટાળીને તેની જ સાસુની હત્યા કરવા માટેનો પ્લાન તેના જૂના મિત્ર રાહુલ ડામોરને સાથે રાખીને બનાવેલ હતો અને આ કામ માટે રાહુલને 50,000 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને સુશીલાબેનની હત્યા કરીને પુરાવાનો નાશ કર્યા બાદ નાનેશ્વર પવારે રાહુલ ડામોરને તે રૂપિયા આપી પણ દીધા હોવાનું સામે આવ્યું છે આમ યુવાને તેના સ્વભાવ અને ત્રાસથી કંટાળીને તેના જ મિત્રને કિલિંગ કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
જે દિવસે ઘટનાને અંજામ આપવામાં આવેલ હતો ત્યારે આરોપીનો મિત્ર રાહુલ ડામોર અને રાહુલનો મિત્ર તા. 12/10 ના રોજ રાતે ૧૨ વાગ્યે તેના ઘરે આવ્યા હતા અને આરોપીના સાસુ સુશીલાબેન સૂતા હતા ત્યારે આરોપી નાનેશ્વરે તેની સાસુના પગ પકડી રહ્યા હતા અને રાહુલે મોઢુ દબાવી દીધું હતું અને રાહુલના મીત્રએ ગળેટુપો આપીને તેની હત્યા કરી હતી ત્યાર બાદ કોથળામા લાશ મુકીને રાહુલ અને તેનો મિત્ર નાનેશ્વરના બાઈક નંબર જીજે 3 ડીએન 2721 માં લાશને આંદરણા ગામ પાસે લઈ ગયા હતા અને ત્યાં પેટ્રોલ છાંટીને લાશને સળગાવી હતી અને ત્યાર બાદ નાનેશ્વરને તેનું બાઇક રાહુલ પાછું આપી ગયો હતો અને રાહુલ તથા તેનો મિત્ર બંને મોરબીથી હાલમાં ભાગી ગયા છે જેથી તેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

