મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા શ્રમિક યુવાનનું મોત


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાના માટી વિભાગમાં યુવાન પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો દરમિયાન લોડર ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે યુવાનને હડફેટે લેતા તે નીચે પડી ગયો હતો અને યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનની પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો ઇટાલીનો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સાવિત્રીબેન રાજુલાલ નાયક (29)એ લોડર નંબર જીજે 36 એસ 3472 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમા જણાવ્યુ છે કે, તેઓના પતિ રાજુલાલ શંકરલાલ નાયક કારખાનામાંથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે માટી વિભાગ પાસે લોડર ચાલકે તેનું વાહન બેફિકરાઈથી રિવર્સમાં લીધું હતું અને ફરિયાદીના પતિને હડફેટે લીધા હતા અને નીચે પછાડી દેતા ફરિયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News