મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

ટંકારામાં બાંધકામ સાઇટ ઉપર દિવાલ તૂટી પડતાં એક શ્રમિકનું મોત, એકને ઇજા થતાં સારવારમાં


SHARE































ટંકારામાં બાંધકામ સાઇટ ઉપર દિવાલ તૂટી પડતાં એક શ્રમિકનું મોત, એકને ઇજા થતાં સારવારમાં

ટંકારામાં લતિપર ચોકડી પાસે બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે બાંધકામની સાઇટ ઉપર એક દીવાલ તૂટી પડી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં એક શ્રમિક યુવાનનું મોત નીપજયું છે  અને એક ઇજા પામેલા શ્રમિકને સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

ટંકારાની લતીપર ચોકડી પાસે કોર્ટની સામેના ભાગમાં નગરપાલિકાની હદમાં શોપિંગ સેન્ટર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં બાંધકામ સાઇટ ઉપર શનિવારે કામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર દીવાલ તૂટી પડી હતી જેથી કરીને કમલેશ અમલિયાર નામના યુવાનને ગંભરી ઇજા થઈ હતી જેથી કરીને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી મુકેશ મૈડા નામના શ્રમિકને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે. આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.












Latest News