લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયા ગામ પાસે પવનચક્કીમાંથી 2.25 લાખના કોપર વાયરની ચોરી


SHARE









માળીયા (મી)ના વવાણિયા ગામ પાસે પવનચક્કીમાંથી 2.25 લાખના કોપર વાયરની ચોરી

માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામની સીમમાં પવનચક્કી આવેલ છે અને તેના તાળા તોડીને કોઈ અજાણ્યા શખ્સે તેમાં પ્રવેશ કર્યો હતો અને પવનચક્કીમાંથી ઇલેક્ટ્રીક કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે અને 500 મીટર જેટલો કોપર વાયર જેની કિંમત 2.25 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે તેવી ફરિયાદ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકાના વાવાણિયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઇ મેઘુભા પરમાર (45) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વવાણીયા ગામની સીમના સર્વે નંબર 43 ની ખુલી જગ્યામાં પવનચક્કી નંબર વીએમ 65 આવેલ છે અને તેમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તાળા તોડીને પવનચક્કીમાં પ્રવેશ કરવામાં આવેલ હતો અને ઇલેક્ટ્રીકના કોપરના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે અને અંદાજે 500 મીટર જેટલા કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ હોય 2.25 લાખની કિંમતના વાયરની ચોરી થઈ હોવાની હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News