વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં લોડરની હડફેટે ચડી જતાં યુવાનનું મોત
મોરબીના કાલીકા પ્લોટમાં ગળેફાસો ખાઇ જતાં યુવાનનું મોત
SHARE
મોરબીના કાલીકા પ્લોટમાં ગળેફાસો ખાઇ જતાં યુવાનનું મોત
મોરબીના રવાપર રોડ ઉપર આવેલા કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘેર ગળે ફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યુ હતું.જેથી ડેડબોડીને માટે સિવિલમાં ખસેડાયા હતા એ ડીવીઝન પોલીસે બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતાં શાહરૂખ રહીમભાઈ પંજા નામના ૨૬ વર્ષીય યુવાને તેના ઘેર ગળે ફાંસો ખાઇ લીધો હતો જેથી તેમને બેભાન હાલતમાં અહીં સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં બનાવ સંદર્ભે હેડ કોન્સ્ટેબલ અમીરભાઈ ગોહિલે તપાસ હાથ ધરી હતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક સારો ભલે જા પરિણીત છે અને તેનાં લગ્નને બે વર્ષ જેવો સમય થયો હોય અને સંતાનમાં કંઈ ન હતું જોકે તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભર્યું તેના બે-ત્રણ દિવસ અગાઉથી તે ગુણ રહેતો હતો અને દરમિયાનમાં ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર તેને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નિપજ્યું છે.
મારામારીમાં ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠા ભડીયાદ રોડ ઉપર આવેલી ગાંધી સોસાયટીમાં રહેતા રાહુલ પ્રેમજીભાઈ બોચિયા નામના એક 20 વર્ષીય યુવાનને ખીજડાવાળા મેલડી માતાના મંદિર પાસે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો રાહુલને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોય તેને સારવાર માં લઇ જવાતા હાલમાં ડિવિઝન પોલીસ મથકના યશપાલસિંહ જાડેજા એ તપાસ હાથ ધરી છે જ્યારે મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા અને ખેત મજૂરો કામ કરતાં સુરેશભાઇ રામાભાઇ રાઠવા ગામ ના 23 વર્ષીય યુવાને ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતાં સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.