હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં લોડરની હડફેટે ચડી જતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં લોડરની હડફેટે ચડી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવીરડા પાસે સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાં લોડરની હડફેટે ચડી જવાથી યુવાનનું મોત નિપજયું હતું જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે સરતાનપર રોડ ઉપર આવેલ લોસેરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતાં બીક્રમભાઈ ગોસાઈ (ઉંમર ૨૩) ને તારીખ ૧૨ ના રોજ રાત્રીના ૧૨ વાગ્યે લોડર ચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી


માર માર્યો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં છોકરાઓ વચ્ચે થયેલ ઝઘડામાં માનવ નિલેશભાઈ જોગેલા (ઉંમર ૮) નામના બાળકને તેઓના રહેણાંક મકાન પાસે રહેતા લાલા નાના છોકરાએ માથામાં ધોકો ફટકાર્યો હતો જેથી કરીને માનવને ઈજા થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા


મોરબીના લખધીરપૂર રોડ ઉપર આવેલ હોલીસ સીરામીક પાસેથી બાઇક લઇને પસાર થયેલા યુવાને બાઇક પરથી પડી જતાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાન શેરસિયા હિદાયતુલ હસનભાઈ (ઉંમર ૩૩) રહે વીસીપરા મદીના સોસાયટી વાળાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બાઈકમાથી સ્લીપ

મોરબી તાલુકાના રંગપર ગામે ઘરેથી બાઈકમાં બેસીને દુકાને જઈ રહેલ હર્ષ હસમુખભાઈ ભેંસદડિયા (ઉમર વર્ષ ૯) બાઈકમાં સંતુલન ન રહેતા તે નીચે પટકાયો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News