મોરબીમાં જલારામ જયંતિની ઉજવણીમાં ફટાકડા ફોડવાનો મામલો એસપી કચેરી પહોચ્યો: કડક કાર્યવાહીની સમાજના આગેવાનોની માંગ મોરબીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારી/ કર્મચારીઓએ એકતા શપથ લીધા મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ મોરબીમાં જાંબુડિયા ખાતે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ મોરબીમાં શનિવારથી દાદા ભગવાનની જન્મજયંતી નિમિત્તે સાપ્તાહિક મહોત્સવનું આયોજન: મુખ્યમંત્રી પણ હાજર રહે તેવી શક્યતા કમોસમી વરસાદથી થયેલ નુકશાનનો સર્વે કરીને સહાય ચૂકવવા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ કરી મુખ્યમંત્રીને રજૂઆત મોરબી શહેર, તાલુકા અને ટંકારા વિસ્તારમાંથી પકડાયેલ દારૂ બિયરની 11,269 બોટલ ઉપર રોડ રોલર ફેરવી દેવાયું મોરબીમાં રેલવેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવનાર યુવાનની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં જાંબુડિયા ખાતે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ


SHARE



























મોરબીમાં જાંબુડિયા ખાતે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુ ના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ

મોરબીમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુડિયા ગામ પાસે સ્વાદ, સગવડતા સાથે પ્રતિષ્ઠિત વેન્યુના ત્રિવેણી સંગમ સમાન હોટલ લેમન ટ્રી પ્રારંભ થયો છે. ગુજરાતમાં હોસ્પિટાલિટીની અપ્રતિમ પ્રખ્યાતિ ધરાવતી હોટલ લેમન ટ્રી માં દરેક પ્રકારની ફેસિલિટી સાથે હવે લોકો તેઓના પરિવાર સાથે દરેક શુભ પ્રસંગ ઉજવીને તેઓના પ્રસંગને કાયમી સંભારણું બનાવશે.

મોરબીમાં લેમન ટ્રી હોટલનો પ્રારંભ કરવામાં આવેલ છે ત્યારે હોટલના સંચાલકો દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ રાખવામા આવી હતી અને ત્યારે રાજકોટના યુવા બિઝનેસમેન અને માજી ધારાસભ્યના ઇન્દ્રનીલ રાજગુરુના દીકરા સ્વરાજ રાજગુરુ અને દીકરી દર્શનીલ રાજગુરુએ પત્રકારોને માહિતી આપેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના દાદા સ્વ. સંજયભાઈ રાજગુરુ છે જેઓ રાજકોટ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ, કુશળ રાજકારણી અને લોકોના લાડકા અને નીડર વ્યક્તિ હતા જેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન અનેક પડકારો ઝીલીને પણ સામાજિક ક્ષેત્રે, સેવાકીય ક્ષેત્રે અને બિઝનેસ ક્ષેત્રે અવ્વલ દરજ્જો પ્રાપ્ત કરેલ છે અને સાચા અર્થમાં ઝીરોમાંથી હીરો બન્યા છે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં નિલ્સ એસ્ટ્રાલ, નિલ્સ સીટી ક્લબ, સંજયરાજ એજ્યુકેશન ઝોન વગેરે જેવા અનેક આયામોનો વિસ્તાર કરી ચૂકેલા ઇન્દ્રનીલ રાજગુરુ સ્વરાજ અને દર્શનીલના પિતા થાય છે. અને પિતાની જેમ જ ગાડીઓ, ઘોડે સવારી, નવરાત્રી જેવા મનોરંજન કાર્યક્રમોના આયોજનનો શોખ ધરાવતા સ્વરાજે યુવાન અવસ્થાએ ગાદી સંભાળી લીધી છે. અને દર્શનીલ રાજગુરુ જે મિત્તભાષી પરંતુ બુદ્ધિશાળી અને હિંમતવાન તેમજ કુશળ એડમિનિસ્ટ્રેટર છે જે આજની તારીખે ભાઈ સ્વરાજ સાથે ખભે ખભો મેળવીને દરેક પ્રોજેક્ટમાં કામ કરી રહી છે.

પિતા ઇન્દ્રનિલની રાહબરી હેઠળ બંને ભાઈ બહેન અનેક નવા નવા પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યા છે ફક્ત 3 વર્ષ જેવા ટૂંકા ગાળામાં 4 બ્રાન્ડેડ હોટલ્સ, જેમાં ફર્ન હોટલ સાથે (ધારી-ગીર પ્રદેશમાં) વિસ્ટેરીયા રિસોર્ટ તેમજ રાજકોટમાં જૂના એરપોર્ટ નજીક હોટેલ વિટ્સ (મિન્ટ હોટલ), રેસકોર્ષ ઉપર લેમન ટ્રી હોટલ, એ.જી. ચોક પાસે મંત્ર કોમર્શિયલ કોમ્પ્લેક્સ, નિલ્સ એસ્ટ્રાલ ખાતે 3 BHK વાળા અતિ આધુનિક ગ્રીન વુડસ અને 4 BHK લક્ઝરીયસ લાઈફ સ્ટાઈલ સાથેના ગ્રીન મેડોઝ જેવા એપાર્ટમેન્ટ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે રેસિડન્સ પ્રસ્તુત કર્યા છે.

ધ નિલ્સ સંજયરાજ કંપનીએ રાજકોટના હ્રદય એટલે રેસકોર્સ (જિલ્લા પંચાયત ચોક) ઉપર અતિ આધુનિક સ્પેશિયસ રૂમ્સ, ટેરેસ સ્વિમિંગ પૂલ, જિમ, અને ટેકનલોજીની સુવિધાથી સજ્જ એવા લેમન ટ્રી હોટલનો શુભારંભ કર્યા બાદ હવે વાત કરીએ મોરબીના (જાંબુડિયા) વાંકાનેર હાઈ-વે ટચ અને હુન્ડાઈ શો રૂમ નજીક વધુ એક લેમન ટ્રી હોટલ શરુ કરવા જઈ રહ્યા છે અતિ આધુનિક સુવિધા સાથે સ્વાદિષ્ટ મેનુ ધરાવતી લેમન ટ્રી ખુલ્લી મુકવામાં આવી છે અને મોરબીના ઉધોગપતિઓ અને શહેરી જનો માટે એક ખુબ આનંદના સમાચાર છે અને હવે મોરબીમાં વિશેષ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટાલિટી ઉપલબ્ધ છે. જ્યાં પરિવાર સાથે વિવિધ વાનગીઓનું મેનુ ધરાવતું રેસ્ટોરાં સાથે સ્વિમિંગ પૂલ અને પૂલ પાર્ટીની સગવડતા ધરાવતા સાથે યુવાન લોકો માટે કેફે અને કેક એરિયા, આધુનિક જિમ, કોન્ફરન્સ રૂમ અને વિશાળ વાતાનુકુલિત બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટ જેવી દરેક સેવાઓ હવે એક જ સ્થળ ઉપર મળશે. અહિયાં લગ્ન સરા નિમિત્તે બેન્કવેટ હોલ અને રૂમની પણ સુવિધા રાખવામા આવેલ છે.






Latest News