મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ
SHARE
મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણીને ધ્યાને રખને ઘુનડા રોડ ઉપર ભારે વાહનોની અવર-જવર કરાઇ બંધ
મોરબીમાં આગામી તા ૧ થી ૭ સુધી રવાપર ઘુનડા રોડ, પાણીના ટાંકા સામે દાદા ભગવાનની ૧૧૮ મી જન્મ જયંતીની ઉજવણી અન્વયે ધાર્મિક મહોત્સવ સભા યોજાવાની છે. અને વિવિધ કાર્યક્રમો યોજાશે તેમાં બહારગામથી દરરોજના હજારોની સંખ્યામાં લોકો ભાગ લેશે. જેથી આ રોડ ઉપર ભીડભાડ રહેવાની હોવાથી કાર્યક્રમ સ્થળ પાસેથી સનાળા તથા રવાપર ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર અવર જવાનો રોડ ઉપર ભારે વાહનોની અવર જવર ઉપર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર સનાળા ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતો ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. રવાપર ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી રવાપર ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફથી સનાળા ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વીરપર ગામના કાચા રસ્તેથી ઘુનડા ગામ, જડેશ્વર મંદિર તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વીરપર ગામના કાચા રસ્તે થી રવાપર ગામ સનાળા ગામ તરફ આવતા ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. અને વૈકલ્પિક માર્ગ તરીકે સનાળા ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો લજાઈ ચોકડી હડમતીયા ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. રવાપર ગામ તરફથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ આવતા વાહનો ઘુનડા ચોકડી થી રાજપર ચોકડી લજાઇ ચોકડી હળમતીયા ગામથી ઘુનડા ગામ તથા જડેશ્વર મંદિર તરફ જઈ શકશે. આ જાહેરનામુ તા ૧ થી ૭ સુધી સવારે ૦૮:૩૦ થી રાત્રિના ૧૦:૩૦ કલાક સુધી અમલમાં રહેશે.