મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

જો ખેતીના નુકશાનની સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને કરાશે ઉગ્ર આંદોલન: મહેશભાઇ રાજકોટિયાની ચીમકી


SHARE









જો ખેતીના નુકશાનની સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને કરાશે ઉગ્ર આંદોલન: મહેશભાઇ રાજકોટિયાની ચીમકી

ટંકારા તાલુકાના ખેડૂતોને માવઠા કારણે થયેલા ભારે નુકસાન બદલ અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય અને દેણા માફી કરવાની તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં માજી સભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે અને તેની લેખિત રજૂઆત સાંસદ, મંત્રી તેમજ ધારાસભ્યોને મોકલવી આપેલ છે. 

મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં માજી સભ્ય મહેશભાઇ રાજકોટિયા દ્વારા હાલમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકામાં અણધાર્યા માવઠાની પરિસ્થિતિએ ખેડૂતોના પાકને નુકસાન કર્યું ચ એયને કપાસ, મગફળી સહિતના તમામ મુખ્ય પાક જમીનમાં જ સડી ગયા છે. ગત તા. 3/11/2025 ના રોજ ટંકારાના 45 ગામના ખેડૂતો, આગેવાનો અને સરપંચોને સાથે રાખીને આવેદનપત્ર મલતદારને આપવામાં આવ્યું હતું.

વ્કધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ટંકારા તાલુકા ખેડૂતોના પાકના નુકસાન બદલ સહાય પેકેજ આપવામાં આવે તે અન્ય તાલુકાની સરખામણીમાં ઓછું સહાય પેકેજ જાહેર થવાની શક્યતા છે જેથી કરીને ખેડૂતોની મશ્કરી સમાન સહાય ન આપીને ખેડૂતોને હૂંફ મળે તેવી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. અંતમાં મહેશભાઈએ કહ્યું હતું કે, ટંકારા તાલુકાના ખેડૂતોને વધુ નુકસાન થયેલ છે જેથી અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય મળવી જરૂરી છે. જો ખેડૂત ભાઈઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે તો ચલાવી લેવામાં આવશે નહીં.

ખરેખર દરેક ખેડૂત દેશનો અન્નદાતા છે. જો આ મુશ્કેલીની ઘડીમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય ન મળે તો તેમની સ્થિતિ વધુ નાજુક બનશે. અને આપધાત કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. તેથી કોંગ્રેસનાં આગેવાને જગતના તાતને બાયો ચડાવી ન પડે તે પહેલા ટંકારા તાલુકાને તાત્કાલિક આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ પણે માફ કરવામાં આવે તેવી પણ ખેડૂતો વતી માંગણી કરેલ છે. અને જો સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News