મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા ગામે ઓરડીમાંથી 120 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ


SHARE





વાંકાનેરના રાતાવિરડા ગામે ઓરડીમાંથી 120 બોટલ દારૂ સાથે એકની ધરપકડ: માલ આપનારની શોધખોળ

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેણાંક મકાનની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 120 બોટલ મળી આવતા પોલીસે દારૂ તથા એક મોબાઈલ ફોન મળીને કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને માલ આપનારનું નામ સામે આવ્યું હોય તેના સહિત તપાસમાં જેના નામ સામે આવે તેને પકડવા માટે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સામતભાઈ છુછીયા અને શક્તિસિંહ પરમારને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં રહેણાંક મકાનની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 120 બોટલ મળી આવતા પોલીસે 1.56 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 1.61 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી સુરેશભાઈ લખમણભાઇ જમોડ રહે. હાલ રાતાવિરડા ગામની સીમમાં ડિકોર સીરામીકની સામે મનસુખભાઈની ઓરડીમાં તાલુકો વાંકાનેર મૂળ રહે. સેજકપર તાલુકો સાયલા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો આપનાર તરીકે રાજુભાઈ ધનજીભાઈ બારૈયા રહે. ગરંભડી તાલુકો સાયલા વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને આ બંને શખ્સો ઉપરાંત તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News