મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે મોબાઈલ હેક: બેંકમાંથી 3.33 લાખ ઉપાડી ગયા


SHARE







મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે મોબાઈલ હેક: બેંકમાંથી 3.33 લાખ ઉપાડી ગયા

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સરદારનગર-1 માં નેચરલ પેલેસ ખાતે રહેતા યુવાનના મોબાઈલ ફોન ઉપર આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી અને તે ફાઈલ ઓપન કરતાની સાથે જ યુવાનનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યાર બાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને 3,33,500 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને ઠગાઈની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા બે એકાઉન્ટના ધારકોની સામે ફરિયાદ નોંધાવે છે.

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર નગર-1 માં નેચરલ પેલેસ બ્લોક નંબર 301 માં રહેતા અશોકભાઈ દામજીભાઈ કોટડીયા (46)હાલમાં Billdesk A/C No.-PLSREFERREMARKS તથા Billdesk A/C No.-: BHDFJBIOOJOAR1 તથા તપાસમાં ખુલે તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના મોબાઇલ ફોન ઉપર વ્હોટ્સએપમાં આરટીઓ ચલણ એપીકે ફાઈલનો મેસેજ આવ્યો હતો જે મેસેજ ઓપન કરતાની સાથે જ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાંથી કુલ મળીને 3,33,500 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા આમ યુવાન સાથે ઠગાઈ થઈ હોવાના કારણે તે યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News