મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે મોબાઈલ હેક: બેંકમાંથી 3.33 લાખ ઉપાડી ગયા
મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો
મોરબીના સનાળા રોડ ઉપર સમયના ગેટથી આગળના ભાગમાં રોડ સાઇડમાં પાર્ક કરેલા આઇસરની પાછળ કાર અથડાઈ હતી જે બનાવમાં મહિલાનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના જેઠની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગોપાલદાસ પ્રગાજીના જીનની પાછળના ભાગમાં મોર ભગતની વાડીમાં રહેતા મનસુખભાઈ જીવણભાઈ કંઝારીયા (43)ની ફરિયાદ લઈને પોલીસે તેના ભાઈ પ્રકાશભાઈ જીવણભાઈ કંઝરિયા (32) રહે. મોર ભગતની વાડી વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે જે ફરિયાદીમાં જણાવ્યુ છે કે, મોરબીના રોડ ઉપર આવેલ સમયના ગેટથી આગળના ભાગમાં મોમ્સ હોટલની સામેના ભાગમાં ગત તા. 4/11 ના રોજ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં તેઓના ભાઈ પ્રકાશભાઈ અને તેના પત્ની હીનાબેન પ્રકાશભાઈ કંઝરિયા (27) બંને પોતાની કાર લઈને નવા બસ સ્ટેશન બાજુ નાસ્તો કરવા માટે તેને જઈ રહ્યા હતા ત્યારે પ્રકાશભાઈએ કોઈ કારણોસર કારના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા રોડ સાઈડમાં પાર્ક કરેલ આઇસરની પાછળ ધડાકાભેર કાર અથડાઈ હતી જે બનાવમાં પ્રકાશભાઈના પત્ની હીનાબેનને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના જેઠની ફરિયાદી લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.