મોરબીના આમરણ નજીક પોલીસે પીછો કરતાં અકસ્માત થયેલ કારમાંથી દારૂની 186 બોટલ નીકળી!: કાર ચાલક ફરાર
SHARE
મોરબીના આમરણ નજીક પોલીસે પીછો કરતાં અકસ્માત થયેલ કારમાંથી દારૂની 186 બોટલ નીકળી!: કાર ચાલક ફરાર
મોરબીના આમરણથી જામનગર હાઇવે દારૂનો જથ્થો ભરેલ કાર પસાર થવાની છે તેવી હક્કિત મળી હતી જેના આધારે પોલીસે વોચ રાખી હતી અને મળેલ બાતમી વાળી કાર નીકળતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને મંદિર પાસે કારનો અકસ્માત થતાં તેનો ચાલક કારને છોડીને નાસી ગયો હતો જેથી કરીને પોલીસ દ્વારા તે કારને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 186 બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો થતા કાર મળીને 2,89,232 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આમરણ જામનગર હાઇવે રોડ ઉપરથી દારૂ ભરેલ કાર પસાર થવાની છે તેવી હક્કિત મળી હતી જેથી કરીને વોચ રાખવામા આવી હતી અને મળેલ બાતમી મુજબની કાર નીકળી હતી જેથી તેનો પોલિસે પીછો કર્યો હતો દરમ્યાન કારનો મેલડી માતાજીના મંદિર પાસે અકસ્માત થતાં કારનો ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો અને ત્યાર બાદ પોલીસે કાર નંબર જીજે 1 કેએચ 0302 ને ચેક કરી હતી તેમાંથી દારૂની 48 મોટી બોટલ અને 138 નાની બોટલ આમ કુલ 186 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી 2 લાખ રૂપિયાની કિંમતની ગાડી અને 89,232 ની કિંમતનો દારૂ આમ કુલ મળીને 2,89,232 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં કાર છોડીને નાસી છૂટેલ કાર ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગારની રેડ
મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામની સીમમાં સિયારામ કારખાના પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સલીમભાઈ જુમાભાઇ મેર (38) રહે. વિજયનગર સુમરા સોસાયટી મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 560 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.