મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મહાકૌભાંડ: હળવદ તાલુકાના ત્રણ ગામની 344.27 વિઘા સરકારી જમીન 2 મહિલા સહિત 9 લોકોએ નામે કરી લીધી, મામલતદારે નોંધાવી ફરિયાદ


SHARE













મોરબી જિલ્લામાં મહાકૌભાંડ: હળવદ તાલુકાના ત્રણ ગામની 344.27 વિઘા સરકારી જમીન 2 મહિલા સહિત 9 લોકોએ નામે કરી લીધી, મામલતદારે નોંધાવી ફરિયાદ

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર યેનકેન પ્રકારે જમીન કોભાંડો કરવામાં આવતા હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં કોયબા, ઘનશ્યામપુર અને સુંદરી ભવાની ગામે સરકારી જમીનને બનાવટી રેકર્ડ ઉભો કરીને પચાવી પાડવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું અને સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને સમક્ષ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ તથા ખોટા હુકમો કરીને અલગ અલગ ગામના સર્વે નંબરોની 344.27 વિધા સરકારી જમીનની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાની નામે કરાવી લેવામાં આવી હતી જે બાબતે હળવદના મામલતદારે બે મહિલા સહિત કુલ 9 વ્યક્તિઓની સામે નામ જોગ ફરિયાદ નોંધાવેલ છે.

હળવદમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટ (55) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ બાબાભાઈ કોળી રહે. કોયબા, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર રહે. હળવદ, બીજલભાઇ અમરશીભાઈ કોળી રહે. કોયબા, દલાભાઈ રણછોડભાઈ ડાભી રહે.મનડાસર તાલુકો થાન, દિનેશભાઈ હમીરભાઇ વનાણી રહે. ઘનશ્યામપુર, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ રહે. ઘનશ્યામપુર, જશુબેન બાબુભાઈ કોળી રહે. સુંદરીભવાની, મંજુબેન રત્નાભાઇ કોળી રહે. ઘનશ્યામપુર અને વનાણી હમીરભાઈ વજુભાઈ રહે. રાયસીંગપુર તાલુકો મુળી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કરી સરકારની જમીન પચાવી પાડવાનું આયોજન બંધ કાવતરું રચી અલગ અલગ સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી કરાવીને કૌભાંડ કર્યું હતું જેથી મામલતદારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આઇપીસીની કલમ 465, 467, 468, 471, 472, 120 (બી), 34 મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. આ કેસની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એચ.અંબારિયા ચલાવી રહ્યા છે.




Latest News