મોરબીમાંથી ટ્રક લઈને પસાર થઈ રહેલ યુવાન અચાનક બેભાન થઈ જતા બેભાન અવસ્થામાં જ તેનું મોત
SHARE
મોરબીમાંથી ટ્રક લઈને પસાર થઈ રહેલ યુવાન અચાનક બેભાન થઈ જતા બેભાન અવસ્થામાં જ તેનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસેથી યુવાન ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચલાવતા ચલાવતા તે બેભાન થઈ ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મારુતિ નગરમાં રહેતા કેશવભાઈ મુન્નારભાઈ પાસી (48) નામનો યુવાન મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ફાટક પાસેથી ટ્રક લઈને ગઈકાલે સવારે 10:45 વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ ટ્રકે તે બેભાન થઈ ગયો હતો જેથી બેભાન હાલતમાં તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને પછી મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે