વાંકાનેરમાંથી સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા મોરબીમાં માતુશ્રી વીરબાઈ માઁ ની પૂણ્યતિથી નિમિતે જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે ​​​​​​​વાંકાનેર તાલુકાની જામસર સીઆરસી ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો મોરબીની નીલકંઠ સ્કૂલમાં 12 કોમર્સ પછીનું ભવિષ્ય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં કોઈ ચોક-રોડને સ્વ. છબીલભાઈ એમ. સંઘવી નામ આપવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખે કરી માંગ મોરબીના ભડીયાદ રોડ ઉપર કાચા-પાકા 100 જેટલા દબાણો મહાપાલિકાએ તોડી પાડ્યા મોરબીના પંચમુખી હનુમાન મંદિર ખાતે રવિવારે સુંદરકાંડના પાઠનું આયોજન હળવદ તાલુકામાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ: ૧૮૩૫ કિલો લોખંડ બિન વારસી મળ્યું !, ૯૧,૭૫૦ નો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં જોવા જેવી દુનિયાને બહોળો પ્રતિસાદ, રવિવારે છેલ્લો દિવસ, જુદાજુદા શો જોઈને લોકો મંત્રમુગ્ધ


SHARE



























મોરબીમાં જોવા જેવી દુનિયાને બહોળો પ્રતિસાદ, રવિવારે છેલ્લો દિવસ, જુદાજુદા શો જોઈને લોકો મંત્રમુગ્ધ

જ્ઞાનીપુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનની ૧૧૮મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે મોરબી ખાતે ઊભી કરવામાં આવેલી ભવ્ય આનંદ નગરી એટલે કે જોવા જેવી દુનિયા" ને ખૂબ જ સુંદર પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં સવા લાખથી વધુ લોકો તેની મુલાકાત લઈ ચૂક્યા છે.

જોવા જેવી દુનિયામાં અત્યાધુનિક ટેક્નોલોજી સાથે પીરસાતી સાચી સમજણ, ભવ્ય આયોજન, સ્વચ્છતા, સકારાત્મક અને આનંદિત વાતાવરણનો પડઘો અહી આવનાર દરેક મુલાકાતીને પડે છે. તેથી જ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં પરિવાર સાથે આવીને જીવન જીવવાની સાચી સમજણ મેળવે છે. ઉપરાંત પાર્કિંગથી લઈને વોશરૂમ સુધીના દરેક આયોજનને લોકોએ ખૂબ વધાવ્યું. ૩૨ લાખ ચોરસફૂટની આ દુનિયા એક દિવસમાં પૂરી નહીં થાય. એટલે મોટાભાગના મુલાકાતીઓ એકથી વધુ વખત અહીં આવીને આ દુનિયાને માણી રહ્યા છે.

 

જોવા જેવી દુનિયાના થીમ પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક એટલે વિવિધ મનોરંજક માધ્યમોથી, રોજીંદા જીવનમાં પ્રેક્ટિકલ રીતે સાચી સમજણને હસતા-હસાવતા પીરસતા પ્રદર્શનો આમ તો જોવા જેવી દુનિયા આખી જ જોવા જેવી છે પણ તેમાં પ્રસ્તુત "હનુમાન અને કાળનેમી' શો નાના-મોટા સૌનું આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. આ મલ્ટીમીડિયા શોમાં રામાયણના એક પ્રસંગ ઉપર આધારિત છે. સૌથી ખાસ વાત એ છે કે, અતિ આધુનિક એવા 'હોલોગ્રામ ટેક્નોલોજીના 30 માધ્યમને કારણે શો ના પાત્રો વિશાળકાય હનુમાનજી અને કાળનેમી જાણે સાથે જ સ્ટેજ ઉપર ઊભા હોય તેવું દર્શકોને ભાસિત થાય છે. એટલું જ નહીં. આ શોમાં પ્રસ્તુત સંદેશ આજની અને આવનારી પેઢીને સાચી દિશા પૂરી પાડે છે

રામાયણના યુદ્ધકાંડમાં જયારે લક્ષ્મણ બેભાન થઈ જાય છે, ત્યારે તેમને સજીવન કરવા સંજીવની બુટ્ટી લેવા હનુમાનજી હિમાલયમાં જાય છે. રસ્તામાં તેમને રોકવા માટે રાવણ પોતાના સૌથી શક્તિશાળી દાનવ કાળનેમીને મોકલે છે. કાળનેમી એક સાધુના રૂપમાં આવીને હનુમાનને નાથવાની માયાજાળ રયે છે હનુમાનજી અત્યંત શક્તિશાળી અને બુદ્ધિમાન હોવા છતાં પણ કઈ રીતે કાળનેમીની આ માયાજાળમાં ફસાઈ જાય છે, અને તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે તેનું સુંદર વર્ણન આ શોમાં મળે છે.

જેમ હનુમાનજીનો ધ્યેય સંજીવની લાવવાનો હતો. તેમ આપણા જીવનમાં પણ કંઈક પ્રાપ્ત કરવાનો ધ્યેય હોય છે. જેમ હનુમાનજી અત્યંત શક્તિશાળી હતા, તેમ આપણી પાસે પણ ધ્યેય સુધી પહોંચવાની ક્ષમતા છે. હનુમાનજીની જેમ આપણી પાસે પણ નાના-મોટા વિઘ્નો પાર પાડવાની ચતુરાઈ છે. તેમ છતાં આપણે આપણા આંતરિક કાળનેમીની જાળમાં ફસાઈ જઈને ધ્યેય ચૂકી જઈએ છીએ. કેમ? કારણ કે, જેમ સાધુના વેશમાં કાળનેમીને હનુમાનજી ઓળખી નથી - " તેમ આપણે આ શત્રુઓને ઓળખી નથી શકતા જેમ કાળનેમી હનુમાન** છેતરે છે તેવી જ રીતે મોબાઈલ

૧૧૮ જન્મજયંતી મહોરાવ અને ઈન્ટરનેટ જેવા લોભામણા સાધનો આપણને છેતરે છે. આ સાધનો આપણે મદદ લેવાના હેતુથી વાપરીએ છીએ. પણ તે આપણને મદદ કરવાને બદલે નુકસાન વધુ કરે છે. એની માયાજાળમાંથી બહાર નીકળવું હોય. તો સૌથી પહેલા જરૂર છે આપણા પોતાના કાળનેમીને ઓળખવાની એ ઓળખાઈ જાય પછી તેની સામે સતત ઝઝૂમીને આપણા ધ્યેયને સિન્સિયરલી, નિષ્ઠાથી વળગી રહેવાની અંતે હનુમાને કાળનેમીને નાથ્યો અને સંજીવની લાવી લક્ષ્મણને સજીવન કર્યા. આપણે પણ આપણા અંદરના કાળનેમીને નાથીશું તો ગમે તેવી મુશ્કેલ લાગતી મંઝિલ પણ હાથમાં છે શ્રીરામના પરમ ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીની વાર્તા સાથે આજની યુવા પેઢી, જે મોબાઈલ અને ઈન્ટરનેટના દૂષણથી પ્રભાવિત છે તેમને સાંકળતો આ મનોરંજન, ટેકનોલોજી અને નૈતિક મૂલ્યો - એ ત્રણેનો સંગમ એવો શો દર્શકોને સ્પર્શી જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાને જગતના લોકો સુખ અને શાંતિને પામે એવી એકમાત્ર ભાવનાથી આપેલ કળયુગમાં અજોડ એવું આધ્યાત્મિક વિજ્ઞાન એટલે અક્રમ વિજ્ઞાન આ અદભૂત અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોને આવરી લેતી જોવા જેવી દુનિયામાં 'થીમ પાર્ક' અને 'યિલ્ડ્રન પાર્ક'નું સર્જન કરવામાં આવ્યું છે જે બાળકો અને યુવાનોને મુશ્કેલીઓથી ભરેલા જીવનમાં જિંદગી જીવવાનો એક અનોખો અભિગમ પૂરો પાડે છે. મોરબીમાં પ્રથમ વાર જ યોજાઇ રહેલ આ અનોખી દુનિયાની મુલાકાત લઈ લોકોએ સપરિવાર અહીં દર્શાવવામાં આવતા વિવિધ શો માણ્યા હતા.  આ જોવા જેવી દુનિયાના દ્વાર રવિવાર, ૯ નવેમ્બર સુધી રોજ સાંજે ૪ ૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લા રહેશે.


















Latest News