મોરબી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા મીડિયા કર્મીઓ માટે શનિવારે મેડિકલ કેમ્પનું આયોજન
SHARE
મોરબી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા મીડિયા કર્મીઓ માટે શનિવારે મેડિકલ કેમ્પનું આયોજન
સરકારની ફિટ ઈન્ડિયાની સંકલ્પના સાથે મોરબી જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આગામી ૧૫ નવેમ્બરના રોજ સવારે ૦૮:૩૦ થી ૧૧:૦૦ દરમિયાન પટેલ લેબોરેટરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે મીડિયા કર્મીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસનો કેમ્પ યોજાશે.
મીડિયાકર્મીઓની ચિંતા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગત વર્ષથી સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓ ખાતે આવેલી માહિતી કચેરીઓના સહકારથી તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી પત્રકારો માટે વિવિધ પ્રકારના આરોગ્ય ટેસ્ટ થાય તે માટેની શરૂઆત કરાવી હતી જે નૂતન અને હિતલક્ષી ઉપક્રમનું આ બીજું વર્ષ છે. જેના ભાગરૂપે મોરબીમાં વિશેષ નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાનાર છે. જેનો મોરબી જિલ્લાના પત્રકારોએ લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.