મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી ઉજવાશે: મોરબીને ૧૪૪૭ લાખથી વધુના વિકાસ કામોની મળશે ભેટ


SHARE





મોરબીમાં શનિવારે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી ઉજવાશે: મોરબીને ૧૪૪૭ લાખથી વધુના વિકાસ કામોની મળશે ભેટ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦ જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં તા ૧૫/૧૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે પંચમુખી હનુમાનજી, વેજીટેબલ રોડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાને ૧૪૪૭ લાખથી વધુની રકમના ૮૧ વિકાસ કામોની ભેટ મળનાર છે. આ વિકાસ કામોમાં ૩૯૭.૩૦ લાખના ૨૭ કામોનું ખાતમુહૂર્ત અને ૧૦૪૯.૭૬ લાખના ૫૪ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

મોરબી ખાતે યોજાનાર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મોરબી તાલુકા પંચાયત હસ્તકના અંદાજે ૭૫ લાખથી વધુ રકમના ૨૩ કામોનું ખાતમુહૂર્ત અને ૧૧૦ લાખથી વધુ રકમના ૩૭ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આરોગ્ય વિભાગના અંદાજે  ૯૩૯ લાખથી વધુ રકમના ૧૭ કામોનું લોકાર્પણ કરવામાં આવનાર છે તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના અંદાજે ૩૨૨ લાખના ૪ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં આદિજાતિ સમુદાયના રમતવીરો, ખેલાડીઓ અને સફળ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લામાં નિવાસ કરતા આદિવાસી/ આદિજાતિ સમુદાયના લોકો તેમજ મોરબી જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News