મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૨૨.૮૩ લાખના ખર્ચે ટંકારાના મીતાણા વીરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરાયું
SHARE
મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૨૨.૮૩ લાખના ખર્ચે ટંકારાના મીતાણા વીરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરાયું
મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણાથી વિરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. રૂ. ૨૨૨.૮૩ લાખના ખર્ચે નવીનીકરણ થનાર આ ૬ કિલોમીટર જેટલા લાંબા માર્ગથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો આ માર્ગ મીતાણા, વીરવાવ, ગણેશપર અને આંબેડકરનગરને જોડે છે. આ રોડના રિસર્ફેસિંગથી આ ગામડાઓ વચ્ચેનું પરિવહન વધુ સુલભ બનશે. આ માર્ગ પર ગણેશપર અને વીરવાવ વચ્ચે આવેલ કોઝવે પર ચોમાસામાં પાણી ફરી મળતા દર વખતે આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કામમાં આ કોઝવે પર પોલિયા નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પુલિયાનું નિર્માણ થતાં ચોમાસામાં આ બંને ગામોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આવશે.
વાંકાનેર કુવાડવા રોડ પર રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરાઈ
મોરબી જિલ્લાના મહત્વના વાંકાનેર-કુવાડવા રોડ પર માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) દ્વારા રીસર્ફેસિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી હેઠળ રોડનું નવીનીકરણ કરવામાં આવશે, જેથી વાહનચાલકોને સુરક્ષિત પ્રવાસનો લાભ મળી શકશે.