ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કાલે મોરબીમાં
બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ દીધો
SHARE
બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ દીધો
ટંકારાના મિતાણા ગામની ઘટના : તેજલબેન સાડમિયાએ રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડ્યો
બીજે સગાઈ કરતા યુવક સાથે ભાગી ગયેલી સગીરાને પરત લાવતા ઝેરી દવા પી જીવ આપી દીધો હતો. ટંકારાના મિતાણા ગામની આ ઘટના છે. તેજલબેન સાડમિયાએ રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો.
બનાવની વિગત મુજબ, તેજલબેન શિયાભાઈ સાડમિયા (ઉંમર વર્ષ 17, રહે.મિતાણા ગામ, તાલુકો ટંકારા, જીલ્લો રાજકોટ) દસ દિવસ પહેલા પોતાના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ મંગલમ હોસ્પિટલમાં દાખલ હતી. જેની તબિયત લથડતા ગઈકાલે ફરીરાજકોટ સિવિલમાં ઈમરજન્સી વિભાગમાં દાખલ કરાઈ હતી. જેનું ગઈ સારવારમાં સાંજે 5.45 વાગ્યાં આસપાસ મોત નીપજ્યું હતું.
પરિવારે જણાવ્યું કે, તેજલની સગાઈ થઈ ગઈ હતી. પણ તે બીજા યુવક સાથે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. પરિવારે શોધખોળ કરતા તે નીકળી ગયા બાદ 5 દિવસ પછી મળી આવી હતી. જેથી તેને પરત ઘરે લાવ્યા હતા.અહીં ઘરે તેણે ઝેરી દવા પી લીધી હતી. તેજલ 5 બેન અને 1 ભાઈમાં વચેટ હતી. તેના પિતા હયાત નથી. માતા અને ભાઈ બહેન સાથે રહેતી. સગીરાના મોતથી પરિવારમાં. ગમગીની છવાઈ ગઈ હતી