મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૯૩ કરોડની ઠગાઈ મામલે બેંકના અધિકારીઓના નિવેદન લેવાયા: ગાળિયો મજબૂત કરવા કવાયત


SHARE











મોરબીમાં ૧.૯૩ કરોડની ઠગાઈ મામલે બેંકના અધિકારીઓના નિવેદન લેવાયા: ગાળિયો મજબૂત કરવા કવાયત

રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી શાખાના કર્મચારીઓ દ્વારા ખાતેદારોની જાણ બહાર તેની એફડી (ફિક્સ ડિપોઝિટ)ની રકમનો ઉપડવામાં આવી હતી જેથી કરીને દસ દિવસ પહેલા રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા બેંકના જ એક કર્મચારીની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેન્કના ખાતેદારો અને બેન્કની સાથે ૧.૯૩ કરોડની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં આરોપી વિરુધ્ધ મજબૂત પુરાવા આ એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા હાલમાં બેંકના અધિકારીના નિવેદનો લેવામાં આવેલ છે અને આરોપી દ્વારા કેવી રીતે ઠગાઇ કરવામાં આવી હતી તેના દસ્તાવેજી પૂરાવાઓ મેળવ્યા બાદ પોલીસે દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે

સામાન્ય રીતે લોકો જરૂરિયાતના સમયે તેઓને રૂપિયા મળે તે માટે થઈને બેંકમાં એફડી કરાવતા હોય છે અને એફડીની રકમ જ્યારે પાકે ત્યારે તે લોકોને મોટી રકમ મળે તેવી અપેક્ષા રાખતા હોય છે પરંતુ મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્કની અંદર એફડી કરાવનારા કેટલાક ગ્રાહકો સાથે બેંકના જ એક કર્મચારી  દ્વારા ૧.૯૩ કરોડની ઠગાઈ કરી છે અને રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના કર્મચારી દ્વારા ગ્રાહકોની એફડીની રકમમાં ગોટાળા કરીને પોતાના અંગત સ્વાર્થ માટે તે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને જે તે સમયે બેન્ક દ્વારા બેન્કના બે કર્મચારીઓને બેંકમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જો કે, હાલમાં એક જ કર્મચારીની સામે બેંકના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને બેંક દ્વારા કૌભાંડ કરનારા કર્મચારીને જ છાવરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આરોપી વિરુધ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. ની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર મુળ સુરત પાંડેસરા જી.આઇ.ડી.સી રોડ આકાશ રોહાઉસ બ્લોકનં.૨૩૯ ના રહેવાસી ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.૪૬) એ આજથી દસેક દિવસ પહેલા બેંકના કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી તેમજ તપાસમાં જે લોકોના નામ સામે આવે તે તમામની સામે સાથે ઠગાઇ અને વિશ્વાસધાતની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કેવર્ષ ૨૦૧૭ થી તા.૧૯/૭/૨૦૨૧ સુધીમાં આરોપી રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. માં ફરજ બજાવતો હતો ત્યારે આર્થિક લાભ લેવાના બદઈરાદે જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી અને આ બાબત ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ (IMPS) ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી લીધા હતા

રાજકોટ નાગરિક બેંકના આ કર્મચારી દ્વારા બેંકના કુલ મળીને ૫૯ ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી લેવામાં આવી છે અને બેન્કમાંથી અંગત ઉપયોગ માટે આ રકમને લઈ લેવામાં આવી છે જેથી કરીને તેની સામે ઠગાઇ અને વિશ્વાસધાતની ફરિયાદ નોંધાયેલ છે જો કે, દસેક દિવસ પછી પણ આ ઠગાઈના કેસમાં હજુ સુધી આરોપીને પકડવામાં આવેલ નથી ત્યારે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આરોપી જે બેંકમાં કામ કર્યો હતો તે બેંકના અધિકારી અને કર્મચારીઓના છેલ્લા દિવસોમાં નિવેદન લેવામાં આવેલ છે અને કઈ રીતે તેને બેંકના ખાતેદારો અને બેન્કની સાથે ઠગાઇ કરેલ છે તેના દસ્તાવેજી પુરાવા એકત્રિત કરવા માટેની કવાયત કરવામાં આવી રહી છે અને તે બધુ જ મેળવી લીધા બાદ આરોપી વિરૂધ્ધ ગાળિયો મજબૂત બનાવ્યા બાદ તેની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવશે

બેંકનો એક કર્મચારી આટલું મોટું કૌભાંડ કરી શકે ?

રાજકોટ નાગરિક બેંકના એક કર્મચારી દ્વારા ત્રણ વર્ષ જેટલા સમયગાળામાં બેંકમાં નોકરી દરમ્યાન ખાતેદારોની સાથે ૧.૯૩ કરોડની ઠગાઇ કરવામાં આવી છે તેવી ફરિયાદ નોંધાઈ છે ત્યારે વર્તમાન સમયમાં બધી જ કામગીરી ઓનલાઈન છે અને નીચેના કર્મચારી દ્વારા ઓનલાઈન કામગીરીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કરવામાં આવી હોય તો તેના અધિકારીને ધ્યાને તુર્તજ આવી જાય તેમ છે તો પછી ત્રણ વર્ષ જેટલા સમયગાળામાં આ બેંકના જવાબદાર અધિકારીઓએ નિંદ્રાધીન હતા કે શું તે સવાલ ઊભો થઈ રહ્યો છે. આટલું જ નહિ હાલમાં જે કર્મચારીની સામે ફરિયાદ નોંધાઈ છે તેના ઉપરી અધિકારીએ પણ પોતાની ફરજમાં બેદરકારી રાખેલ છે ત્યારે જ તો બેંકના ખાતેદારોની સાથે ઠગાઇ થયેલ છે તો પછી તેઓની સામે કેમ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવેલ નથી કે પછી બેંક દ્વારા અસરકારક પગલાં લેવામાં આવેલ નથી તે પણ તપાસનો વિષય છે






Latest News