મોરબીમાં ૧.૯૩ કરોડની ઠગાઈ મામલે બેંકના અધિકારીઓના નિવેદન લેવાયા: ગાળિયો મજબૂત કરવા કવાયત
મોરબી સિવિલમાં ઓમીક્રોન વોર્ડ તૈયાર કરાયો: તંત્ર એલર્ટ
SHARE
મોરબી સિવિલમાં ઓમીક્રોન વોર્ડ તૈયાર કરાયો: તંત્ર એલર્ટ
સૌરાષ્ટ્રમાં ઓમીક્રોનની એન્ટ્રી સાથે મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર પણ એલર્ટ થયું છે અને સંભવિત ઓમીક્રોન ત્રીજા વેરીયન્ટને પહોંચી વળવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર, સિવિલ હોસ્પીટલ તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી સિવિલમાં ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવેલ છે
ઓમીક્રોન સામે લડવા મોરબી જિલ્લા આરોગ્યતંત્ર, સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી સિવિલ હોસ્પિટલમાં અલગ ૧૫ બેડનો વિશેષ ઓમીક્રોન વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે જેમાં ઓકસીજન સાથેના દશ બેડ રાખવામા આવેલ છે અને ઇમરજન્સી ઇન્ટનસિવ કેર યુનિટ આઈ.સી.યુ. સાથે મેઇલ, ફિમેલ, પીડીયાટ્રીક વોર્ડ પણ બનાવેલ છે આ ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓકસીજન બેડ સહિત તમામ સુવિધા સાથેના ૨૨૦ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે