મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર મશ્કરી બાદ ત્રણ યુવાન ઉપર ચાર શખ્સોનો છરી વડે હુમલો


SHARE









મોરબીના વાવડી રોડ ઉપર મશ્કરી બાદ ત્રણ યુવાન ઉપર ચાર શખ્સોનો છરી વડે હુમલો

મોરબીમાં યુવાનની સાથે ફોન ઉપર મશ્કરી બાદ મામલો મારા મારી સુધી પહોચ્યો હતો જેમાં મોરબીના વાવડી રોડ ઉમીયા પાર્ક પાસેથી યુવાન તેના બીજા બે મિત્રો સાથે પોતાના ઘર તરફ જતો હતો ત્યારે ચાર શ્ખ્સોએ ત્યાં આવીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરીને ત્રણેય યુવાનોને ઇજાઓ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને ચાર શખ્સોની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જોન્સનગર લાતી પ્લોટ શેરી નં.૮ માં રહેતા એઝાઝ નુરમોહમદ જામ જાતે મિયાણા (ઉ.૨૪)એ હાલમાં ઇમરાન ઇકબાલ ઝેડા રહે.મોરબી, બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધી રહે.વાવડી રોડ મોરબી, મકબુલ મહેબુબ સંધી રહે. પંચાસર રોડ મોરબી અને દશરથ દરબાર ઉર્ફે દશુભા રહે.માધાપર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેને ગઇકાલે સાંજે બાબુ ઉર્ફે બાબુડો સંધિ સાથે ફોન ઉપર વાત ચાલુ હતી ત્યારે બંને મશકરી કરતા હતા અને તે સમયે બાબુએ તેને બેન સમી ગાળ આપી હતી જેથી ફોન કાપી નાખ્યો હતો અને ફરીયાદી યુવાન તેમજ તેનો મિત્ર મોઇન ગુલામભાઈ મોવર (૧૯) રહે.હુસૈનિચોક કાલિકા પ્લોટ અને હરેશ ગઢવી મોરબીના વાવડી રોડ ઉમીયાપાર્ક પાસેથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે આરોપીઓએ તેઓને બોલાવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરી હતી બાદમાં આરોપી ઇમરાન ઇકબાલ ઝેડા અને બાબુ ઉર્ફે બાબુડો રાજુભાઇ સંધીએ ગાળો આપીને ફરીયાદી યુવાન તેમજ તેના બંને મિત્રોને છરી વડે ઘા મારીને ઇજા કરી હતી અને ઢીકા પાટુનો માર માર્યો હતો તેમજ ફરીયાદી યુવાનના નંબર વગરના મોટર સાયકલમા તોડફોડ કરી નુકશાન કરી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચારેય શખ્સોની સામે આઇ.પી.સી કલમ-૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે  




Latest News