મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ આયોજીત ૧૧ દીકરીઓના સમૂહલગ્નમાં દાતાઓને સહયોગ આપવા અપીલ
મોરબીના નવા સાદુળકા નજીક રોડ ઉપરના ખાડાના લીધે સર્જાયેલ અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના નવા સાદુળકા નજીક રોડ ઉપરના ખાડાના લીધે સર્જાયેલ અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના નવા સાદુળકા ગામ પાસે રોડ ઉપરના ખાડાના લીધે બાઇકમાં ડબલ સવારીમાં જતા બે યુવાનોનો વાહન અકસ્માત સર્જાયો હતો.જેથી કરીને એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલે લવાયો હતો જયાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાનું અને તેની સાથે રહેલા બીજા યુવાનને સામાન્ય ઈજાઓ થયેલ હોય પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. અત્રે નોંધનીય છે કે શહેરી વિસ્તારની જેમ જ આસપાસના વિસ્તારો રસ્તાઓ પણ "ગાબડાયુક્ત" હોવાના કારણે છાશવારે આવા અકસ્માતો સર્જાઈ છે જેમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર રહેતો ઉમેશભાઇ પાટીલ નામનો ૩૫ વર્ષીય યુવાન તથા મુકુલકુમાર રાય નામના બે યુવાનો બાઈક લઈને જતા હતા ત્યારે મોરબીના નવા સાદુળકા ગામ પાસે રોડ ઉપરના ખાડાના લીધે વાહન સ્લીપ મારી ગયું હતું જેથી કરીને બંને યુવાનો રોડ ઉપર પટકાતા ઉમેશ પાટીલને માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને રાબેતા મુજબ (ટ્રોમા સેન્ટરના અભાવે) પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જયારે તેની સાથે રહેલા મુકુલકુમાર રાય નામના યુવાનને સામાન્ય ઇજાઓ પહોંચી હોય તેને પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી હતી.બનાવની જાણ થવાથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.બનાવ ગતરાત્રીના બારેક વાગ્યાના અરસામાં બન્યો નવા સાદુળકા ગામની પાસે બન્યો હતો.
યુવાન સારવારમાં
મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતો પૃથ્વીરાજસિંહ ગજુભા ઝાલા નામનો ૨૪ વર્ષીય યુવાન વાવડી અને બગથળાની વચ્ચેથી બાઈક લઈને જતો હતો ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણીએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના રહેવાસી વૈશાલીબેન કૌશિકભાઈ રાજપરા નામની ૨૬ વર્ષીય મહિલા મોરબી નજીકના ખેવારીયા ગામે નવલખી હાઇવે ઉપરથી જતા સમયે બાઇકમાંથી નિચે પડી જતાં વૈશાલીબેનને સારવાર માટે અહીંની મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.