શ્રમદાન: મોરબીમાં એસપી કચેરી પાછળ સફાઈ કરીને 12 ટન કચરાનો નિકાલ કરાયો
મોરબીની જેલમાં વચ્ચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ આરોપી ઝડપાયો
SHARE
મોરબીની જેલમાં વચ્ચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ આરોપી ઝડપાયો
મોરબીની સબજેલમાંથી આરોપીએ ત્રણ દિવસના વચ્ચગાળાના જામીન મેળવ્યા હતા ત્યાર બાદ આરોપી પેરોલ જમ્પ કરીને નાસી ગયો હતો જેથી તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં 14 મહિનાથી ફરાર આરોપી હળવદ વિસ્તારમાં હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
સમગ્ર રાજયમાં પેરોલ ફર્લો જમ્પ આરોપીને પકડવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કર્યું હતું અને તે અંતર્ગત મોરબી એલસીબી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકા અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જુદાજુદા બે ગુનામાં મોરબી સબજેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામા આવેલ આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ તા. ૨૮/૮/૨૪ ના રોજ ત્રણ દિવસના વચગાળાના જામીન મેળવીને જેલમુક્ત થયો હતો જેને તા. ૧/૯/૨૪ ના રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ વચ્ચગાળાના જામીન પરથી તે ફરાર થયો હતો જે કેદીને બાતમીને આધારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીને પકડીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે.









