મોરબીની જેલમાં વચ્ચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલ આરોપી ઝડપાયો
મોરબી-માળિયા તાલુકામાં સિંચાઈની સુવિધા માટે 5 કરોડના ચેકડેમ નિર્માણ-તળાવ રીચાર્જના કામ મંજુર: કાંતિલાલ અમૃતિયાની મહેનત રંગ લાવી
SHARE
મોરબી-માળિયા તાલુકામાં સિંચાઈની સુવિધા માટે 5 કરોડના ચેકડેમ નિર્માણ-તળાવ રીચાર્જના કામ મંજુર: કાંતિલાલ અમૃતિયાની મહેનત રંગ લાવી
મોરબી અને માળીયા તાલુકાના ગામડાઓમાં સિંચાઈની સગવડમાં વધારો થાય તેના માટે મોરબીના ધારાસભ્ય અને વર્તમાન રાજ્ય સરકારના મંત્રી દ્વારા અગાઉ કરવામાં આવેલ રાજુયાતોને ધ્યાને લઈને સરકાર દ્વારા સિંચાઈની સુવિધામાં વધારો કરવા માટે 5 કરોડના કામ મંજૂર કરવામાં આવેલ છે અને તે રકમમાંથી ચેક ડેમ બનાવવામાં આવશે તેમજ તળાવને રીચાર્જ કરવા માટેનું કામ કરવામાં આવશે.
મોરબીના જેતપર-શાપર ગામ વચ્ચેથી પસાર થતી ધોડધ્રોઈ નદીમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે તે માટે 2,04,92,900 રૂપિયાના ખર્ચે ચેકડેમ બનાવવાનું કામ મંજૂર કર્યું છે. જેથી આગામી સમયમાં જેતપર અને શાપર ગામ વચ્ચે નદીમાં 103 મીટર લંબાઈમાં ક્રોંક્રીટનો ચેકડેમ બાંધવામાં આવશે જેથી ઉપરવાસમાં 1 કિલોમીટર સુધી પાણી ભરાયેલ રહેશે જેથી અંદાજીત 2.90 એમસીએફટી પાણીનો સંગ્રહ થશે. અને તેનો લાભ જેતપર અને શાપર ગામની અંદાજે 100 હેક્ટર ખેતીની જમીનને મળશે. આ ઉપરાંત મચ્છુ-3 સિંચાઈ યોજનાની મુખ્ય કેનાલના છેવાડેથી માળિયા તાલુકાના મોટીબરાર-જસાપર ગામના તળાવના કામ માટે 3,03,24,883 રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. જેથી મોટી બરાર, જસાપર, નાની બરાર, દેવગઢ અને જાજાસર ગામના તળાવને મેઇન કેનાલના છેવાડેથી પાઈપલાઈન દ્વારા એસ્કેપથી જોડી પાણીથી ભરવામાં આવશે. જેથી કરીને અંદાજે 500 હેક્ટર ખેતીની જમીનને સિંચાઇનો લાભ મળશે. મચ્છુ-૩ સિંચાઈ યોજનાની ચાર માઇનોર કેનાલના એસ્કેપના કામો પૈકી બાકી રહેલ એક માઈનોર કેનાલ એસ્કેપનું કામ એમટુઆર માઈનોર કેનાલ છેવાડેથી પાણીના નિકાલ માટે એસ્કેપ દ્વારા માળિયાના મેઘપર ગામના તળાવને ભરવાની કામગીરી કરાશે. જેના માટે સરકાર દ્વારા આશરે 50,65,240 રૂપિયા મંજૂર કર્યા છે. આ તળાવ ભરવાથી મેઘપર ગામના તળાવની આસપાસની 150 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે.









