મોરબીમાંથી 852 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી પકડવાના ગુનામાં બે આરોપીની ધરપકડ: બે દિવસના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાંથી 852 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી પકડવાના ગુનામાં બે આરોપીની ધરપકડ: બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં જલારામ પાર્ક અને અમૃતપાર્ક વચ્ચેથી ઇકો કાર પસાર થઈ રહી હતી તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઇકોના ચાલકે કારને મારી મૂકી હતી અને આગળ જઈને કાર છોડીને વાહન ચાલાક નાસી છૂટ્યો હતો જેથી પોલીસે કાર ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 852 બોટલો મળી આવી હતી જેથી દારૂ, મોબાઈલ અને કાર મળીને 10.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીને પકડ્યા છે અને તેને કોર્ટમાં રજૂ કરીને બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબી જિલ્લા એલસીબીની ટીમે શહેરના રણછોડનગર વિસ્તારમાંથી પસાર થતી ઇકો કાર નંબર જીજે 3 એનકે 3973 ને રોકવા માટેનો થોડા દિવસો પહેલા પ્રયાસ કર્યો હતો ત્યારે કાર ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો. જેથી એલસીબીની ટીમે કારને ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની મોટી 276 તથા નાની 576 આમ કુલ મળીને 852 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 5.88 લાખનો દારૂનો જથ્થો તથા 20,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ અને 4 લાખની કાર આમ કુલ મળીને 10.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક તથા તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનાની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી.મિશ્રાને સોંપવામાં આવી હતી જેથી આધિકારી અને તેના સ્ટાફે આ ગુનામાં હાલમાં આરોપી વિપુલ પ્રેમજીભાઇ ધંધૂકિયા (28) અને રજૂ હિતેશભાઇ નાગહ (25) રહે. બંને લાયન્સનગર નવલખી રોડ મોરબી વાળની ધરપકડ કરેલ છે અને બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવી માહિતી પોલીસ અધિકારી પાસેથી જાણવા મળેલ છે.









