મોરબી જિલ્લામાં ચૂંટણીના મતદાન મથકોના ૧૦૦ મીટરમાં અનઅધિકૃત લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ
મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો
SHARE
મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધામંત્રીનો લાઈવ કાર્યક્રમ ખેડૂતોએ નિહાળ્યો
પ્રધામંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે યોજવામાં આવેલ પ્રીવાયબ્રન્ટ સમિટનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ૨૦૦ થી પણ વધારે ખેડૂત મિત્રો ત્યાં હાજર રહ્યા હતા અને રસ પૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદી, મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવૃતજી, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય ખેતી મંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી ભુપન્દ્ર પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.