સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત માંડવીમાં આવેલ સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ-ચેસ સ્પર્ધા યોજાઇ
SHARE
સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત માંડવીમાં આવેલ સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ-ચેસ સ્પર્ધા યોજાઇ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા આહ્વાન કરવામાં આવેલ. જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને ઓળખવા માટે આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત ૨૧ સપ્ટેમ્બર થી જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવેલ છે. “સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” ને સફળતાપૂર્વક આગળ વધારતા કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા રવિવારે માંડવી મધ્યે સ્પંદન સ્પોર્ટ્સ એકેડેમી ખાતે ટેબલ ટેનિસ અને ચેસ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ સ્પર્ધાને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માંડવી નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ શ્રીમતી જોશનાબેન સેંઘાણી, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શન ગોસ્વામી, નગરપાલિકા સતા પક્ષના નેતા લાંતિક શાહ સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીશંકર ભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.









