મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવેલ


SHARE





માળીયા (મી)માં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવેલ

માળીયા મિયાણાં શહેરમાં રહેતો શખ્સ અવારનવાર દારૂના ગુનામાં સંડોવાયેલ હોય તેના સામે પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા આરોપીની પાસા હેઠળ અટકાયત કરીને તેને ભાવનગર મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં દારૂ, વ્યાજ વટાવ, મારામારી સહિતના ગુનાઓમાં અવારનવાર સંડોવાયેલા શખ્સોની સામે પાસા દરખાસ્ત મુકવામાં આવતી હોય છે તેવી જ રીતે માળિયા મિયાણાંમાં આવેલ માલાણી શેરીમાં રહેતા જાકીર ઉર્ફે જાકલો માલાણી અવારનવાર દારૂના ગુનામાં સંડોવાયેલ હોય તેના વિરુદ્ધ માળિયા પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટમાં પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પાસા હેઠળ આરોપી જાકીર ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી રહે. માલાણી શેરી માળીયા મિયાણાં વાળાને ડીટેઇન કરીને મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે

ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત

મોરબીના લાલપર ગામ પાસે રહેતા રમેશભાઈ ઘનશ્યામભાઈ માળી (40) નામનો યુવાન મોરબીમાં કુબેર ટોકીઝ પાસે હાઇવે નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથા તથા કાનના ભાગ ઇજા થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ લાગ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News