ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ તથા બાળ સુરક્ષા એકમની સંકલન બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ તથા બાળ સુરક્ષા એકમની સંકલન બેઠક યોજાઈ

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનિટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલનની બેઠક  જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની અધ્યક્ષમાં યોજાઈ હતી.        

બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ઓડેદરાએ સ્પેશ્યલ જુવેનાઈલ પોલીસ યુનીટ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની સંકલન અંગે થયેલી બન્ને વિભાગોની કામગીરીની વિગતો મેળવી સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયાએ સંકલન બેઠકના મહત્વ વિશે અને જિલ્લા સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયાએ જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ અને ગુજરાત રૂલ્સ-૨૦૧૯ સંબધિત કાયદાકીય જોગવાઈની માહિતી આપી હતી જ્યારે લીગલ કમ પ્રોબેશન ઓફિસર રોશનીબેન પટેલે સોશ્યલ બેક ગ્રાઉન્ડ રિપોર્ટ વિશે જાણકારી આપી હતી.બેઠકમાં ડીવાયએસપી અને નોડલ ઓફીસર એમ.આઈ.પઠાણ, જિલ્લાના તમામ તાલુકા ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસરો, મિસિંગ સેલનો સ્ટાફ, બાળ સુરક્ષા એકમના અધિકારીઓ, જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ મોરબીના સભ્ય ચાઈલ્ડ વેલફેર કમિટિના ચેરમેન તથા સભ્યો અને ચાઈલ્ડ લાઈનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News