મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત


SHARE







હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું છે જ્યારે વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની બાજુ પાણીના ખાડામાં ડૂબી જવાથી સાડા ત્રણ વર્ષના બાળકનું મોત નીપજયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામની સીમમાં ઘનશ્યામભાઈ કગથરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો કરસનભાઈ ઉર્ફે ભૂરો રાવલીયાભાઈ કનેજ (35) નામનો યુવાન વાડી પાસેથી નીકળતી નર્મદાની કેનાલ પાસે ગયો હતો અને કેનાલમાં કોઈપણ કારણોસર પડી જવાના કારણે યુવાનને તરતા આવડતું હોય તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને હોસ્પિટલે લઈ ગયા હતા અને બનાવની ઘનશ્યામભાઈ કગરા (54) રહે. ઈશ્વરનગર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રામુજી સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભારતપ્રસાદ પટેલનો સાડા ત્રણ વર્ષનો દીકરો દેવકરણ કારખાના નજીક રોડ પાસે આવેલ પાણીના ખાડામાં ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News