મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગાર રમતા 9 શખ્સ 24.30 લાખની રોકડ સહિત 44.76 લાખનો મુદામાલ કબ્જે


SHARE





મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિના બંગલામાં જુગાર રમતા 9 શખ્સ 24.30 લાખની રોકડ સહિત 44.76 લાખનો મુદામાલ કબ્જે

ટંકારાના ઘુનડા ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલો ખાતે જુગાર રમતા હોવાની હકીકત આધારે રેન્જ આઇજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બંગલા નંબર એ-3 ની અંદરથી જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા 24.30 લાખ તથા મોબાઈલ અને વાહનો મળીને 44.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

કચ્છ રેન્જ આઈજી ની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ઘૂડા ગામની સીમમાં આવેલ ઓમ વિલા બંગલો ખાતે જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત આધારે રેડ કરવામાં આવી હતી ત્યારે બંગલો નંબર એ-3 માં જુગાર રમતા હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા (36) રહે. ચરાડવા, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (37) રહે. પ્રમુખ સોસાયટી પંચાસર રોડ મોરબી, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા (30) રહે. કુબેરનગર-2 મોરબી, નરોતમભાઈ વિરજીભાઈ ફેફર (48) રહે. વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (56) રહે. ગજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ, રાજેશભાઈ કરસનભાઈ ભીમાણી (40) રહે. નેસડાસુરજી, ચેતનભાઇ ધીરજલાલ ચીકાણી (૩૩) રહે. શક્તિ સોસાયટી મોરબી, જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા (42) રહે. ન્યુચંદ્રેશ સોસાયટી શેરી નં-3 મોરબી અને દેવશંકર હિમંતલાલ સીતાણી (49) રહે. રાજનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 24,30,800 તથા નવ મોબાઇલ ફોન જેની કિંમત 46,000, બે કાર જેની કિંમત 20 લાખ રૂપિયા આમ કુલ મળીને 44,76,800 નો મુદ્દા માલ કબજે કર્યો છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતિ મુજબ જે બંગલામાં રેડ કરવામાં આવી છે તે બંગલાનું લાઇટ બિલ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણાના નામનું હોવાનું સામે આવ્યું છે અને તેઓ મોરબી મહાપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ છે તેવું ચર્ચાઇ રહ્યું છે. જેથી ટંકારા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.




Latest News