મોરબીમાં સિપાહીવાસ પાસેથી 154 બોટલ દારૂ સાથે એક્ટિવા ચાલક પકડાયો, બે શખ્સોની શોધખોળ મોરબીના ફડસર ગામે ખરાબાની જગ્યામાંથી 1164 બોટલો દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ વાંકાનેરના કોટડા નાયણી ગામ પાસેથી એલસીબીની ટીમે કારમાંથી 836 બોટલ દારૂ પકડ્યો, 8.10 લાખનો મુદામાલ કબ્જે માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં હળવદના સુરવદર ગામ પાસે અજાણ્યા ટ્રેકટર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત હવે જો કપચીના પૈસા માંગશો તો પતાવી દેશુ: હળવદના સાપકડા ગામે યુવાનને બે શખ્સોએ આપી ધમકી મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત: જોધપર નદી ગામે વોકડામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો હળવદ-મોરબીમાં જુગારની 4 રેડમાં 12 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં


SHARE







માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસે ડિવાઇડર કૂદીને ડમ્પર ટ્રકમાં અથડાતાં બંને વાહનમાં લાગી આગ, એક ડ્રાઈવરનું મોત: એક સારવારમાં

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ વીરવિદરકા ગામના પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી જેથી ટ્રકમાં ફસાઈ ગયેલ એક ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જ્યારે એક ડ્રાઈવરને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ટ્રકમાં લાગેલી આગના બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના પહોંચી હતી અને ટ્રકમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી અને આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ વીરવિદરકા ગામ પાસે હોટલની સામેના ભાગમાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બનાવ બન્યો હતો. જે બનાવમાં ટ્રક સાથે ટ્રક અથડાતા વાહનમાં આગ લાગી ગઈ હતી અને બંને ટ્રકની કેબિનનો ભૂક્કો બોલી ગયો હોય તે કેબિનની અંદર ટ્રકના ડ્રાઇવરો ફસાઈ ગયા હતા જોકે, એક ડ્રાઈવરને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢીને 108 મારફતે સારવાર માટે લઈ ગયા હતા જો કે, એક ડ્રાઈવર ટ્રકની અંદર ફસાઈ ગયેલ હતો અને ટ્રકમાં આગ લાગવાના કારણે તે ડ્રાઇવરનું વાહનની અંદર જ મોત નીપજ્યું હતું.

માળીયા નજીક વાહન અકસ્માત બાદ ટ્રકમાં આગ લગાવના બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રકમાં લાગેલ આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી આ બનાવની હોસ્પિટલ મારફતે હાલમાં માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવમાં કચ્છ જિલ્લાના રહેવાસી રાહુલ ધારાભાઈ આહીર (23) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે

વધુમાં માળિયા પોલીસ સ્ટેશનના યુસુફભાઈ પાસેથી જાણવા મળતી માહિતી મોરબી બાજુથી કચ્છ બાજુ જવાના રસ્તા ઉપરથી ડમ્પર નંબર જીજે 36 ટીએ 6068 પસાર થઈ રહ્યું હતું ત્યારે તે ડમ્પરના ચાલકે કોઈપણ કારણોસર પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને સામેના રસ્તા ઉપરથી આવતા ટ્રક નંબર જીજે 12 બીટી 6666 ની સાથે અથડાયું હતું અને જેના કારણે વાહનમાં આગ લાગી હતી અને આ બનાવમાં મોરબીથી કચ્છ તરફ જતા ડમ્પરની અંદર રહેલા ડ્રાઇવરનું મોત નીપજયું છે હાલમાં પોલીસે અકસ્માત સ્થળેથી વાહનો હટાવવા માટેની અને ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News