Morbi Today
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતના પગલે વિમેદારને રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ
SHARE
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતના પગલે વિમેદારને રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ
મોરબીના વતનીએ બાયપાસ સર્જરી કરાવેલ તેનો વિમો હતો.વીમાના તમામ કાગળો રજુ કરેલ છતા રેપ્યુટેડ લેટર દ્વારા વીમો નહીં ચુકવાય તેવુ જણાવતાં તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા નામદાર અદાલતે વિમા કંપનીને વ્યાજ અને ખર્ચની રકમ સહીત વળતર ચુકવવા આદેશ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે, રાજેશભાઈ હર્ષદભાઈ હીરાણીએ આદિત્ય બીરલા કેપીટલ હેલ્થ ઈન્સ્યુરન્સ પ્રા.લી. નો મેડીકલ વિમો લીધેલ હતો.તેઓને છાતીમાં દુઃખાવો થતા ચાર દિવસ એપીક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ. તેની સારવાર પાછળ રૂા.૪,૧૯,૩૪૬ નો ખર્ચ થયેલ.વિમા કંપનીમાં તમામ કાગળો રજુ કરેલ હતા.રાજેશભાઈ રેગ્યુલર વિમા પ્રીમીયમ ભરતા અને ગુજરાતની નામાકિત એપીક મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં નિષ્ણાંત ડોક્ટર પાસે બાયપાસ સર્જરી કરાવેલ ખર્ચના તમામ બીલો વિમા કંપનીમાં રજુ કરેલ છતાં રેપ્યુર્ડ લેટરના બહાના હેઠળ વિમો નામંજુર કરેલ.! જેથી તેઓએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.નામદાર કોર્ટે વિમા કંપનીને જણાવેલ કે તમો જે વીમો ગ્રાહકને ચુકવવાની ના પાડો છો તે તમારી સેવામાં ખામી છે.સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે રેપ્યુડ લેટરથી વિમો નામંજુર કરી શકાય નહી.જેથી તમારે ગ્રાહકને રૂા.૪,૧૯,૩૪૬ તા.૧૨-૭-૨૫ થી ૬ ટકાના વ્યાજ અને રૂા.૫૦૦૦ ખર્ચના ચુકવવા આદેશ કરેલ છે.ગ્રાહકે પોતાના હીત માટે લડવુ જરૂરી છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંરર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.









